ભાસ્કર વિશેષ:શી ટીમે વિદ્યાર્થિનીઓને કહ્યું, સોશિયલ મીડિયાનો તકેદારીપૂર્વક ઉપયોગ કરી સાઇબર ક્રાઈમથી દૂર રહો

વડોદરા13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • SNDTની વિદ્યાર્થિનીઓને સેલ્ફ ડિફેન્સની ટેક્નિકનો ડેમો આપવામાં આવ્યો

નારી વંદન ઉત્સવ-2022 હેઠળ સોમવારે સર સયાજીરાવ નગરગૃહમાં મહિલા સુરક્ષા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મહિલા પોલીસના અધિકારીઓ અને એસએનડીટી કોલેજની વિદ્યાર્થિનીઓ હાજર રહી હતી. જ્યાં તેઓને શી ટીમ વિશે જાણકારી સાથે સેલ્ફ ડિફેન્સની તકનીકો શિખવાડાઇ હતી. મહિલા, બાળકો અને વડીલોની સુરક્ષા માટે શહેરમાં શી ટીમની રચના કરવામાં આવી છે. શી ટીમ દ્વારા અવાર-નવાર વિવિધ જાગૃતિના કાર્યક્રમનું આયોજન કરાય છે જેમાં મહિલાઓ અને બાળકોને તેમની સુરક્ષા કેવી રીતે કરવી અને સાઇબર ક્રાઈમથી કેવી રીતે બચવું તે અંગે જાણકારી અપાય છે.

સોમવારે નારી વંદન ઉત્સવ-2022 અંતર્ગત મહિલા સુરક્ષા દિવસની ઉજવણી કરાઈ હતી. જેમાં SNDT કોલેજમાંથી આવેલી વિદ્યાર્થિનીઓને શી ટીમની એપ્લિકેશનની માહિતી અપાઈ હતી. વિદ્યાર્થિનીઓ જાતની રક્ષા કઇ રીતે કરી શકે તેની સમજ અપાઈ હતી. ઉપરાંત વિદ્યાર્થિનીઓ ભણવા મોબાઈલનો અને સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે છે ત્યારે તેઓને સોશિયલ મીડિયાનો તકેદારીપૂર્વક ઉપયોગ કરવો અને સાઇબર ક્રાઈમથી દૂર રહેવાની માહિતી અપાઇ હતી.

E-FIRની સમજ આપી
નાયબ પોલીસ કમિશનર યશપાલ જગાણીયાએ જણાવ્યું કે, કાર્યક્રમનો આશય વિદ્યાર્થીઓ-મહિલાઓ સાથે બનતા ગુનાઓની જાણકારી આપીને તેમને જાગૃત કરવાનો હતો. વિદ્યાર્થિનીઓને ઈ-એફઆઈઆર અંગે પણ જાણકારી આપવામાં આવી હતી. શી ટીમે આત્મનિર્ભરતાની સમજ પણ આપી હતી.

અન્ય સમાચારો પણ છે...