તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શી ટીમ દાદીના વ્હારે આવી:વડોદરાના નંદેસરી પોલીસ સ્ટેશનની શી ટીમે 105 વર્ષના વૃદ્ધ મહિલાની મદદ કરી, ઘોડી આપીને સહારો આપ્યો

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
શી ટીમે 105 વર્ષના વૃદ્ધ મહિલાની મદદ કરી - Divya Bhaskar
શી ટીમે 105 વર્ષના વૃદ્ધ મહિલાની મદદ કરી
  • શી ટીમ દ્વારા 105 વર્ષની વૃદ્ધાને સ્ટેન્ડ(ઘોડી) આપીને તેઓની તકલીફ દૂર કરી

વડોદરા શહેર પોલીસ તંત્ર દ્વારા મહિલાઓની સુરક્ષા માટે દરેક પોલીસ સ્ટેશનમાં શી ટીમની રચના કરવામાં આવી છે. પોલીસ સ્ટેશનોમાં કાર્યરત શી ટીમ દ્વારા 15 દિવસમાં એક વખત પોતાના વિસ્તારમાં રહેતા સિનિયર સિટીઝનોની મુલાકાત લેતી હોય છે અને તેઓને કોઈપણ પ્રકારની તકલીફ હોય એ દૂર કરે છે. નંદેસરી પોલીસ મથકની શી ટીમ દ્વારા 105 વર્ષની વૃદ્ધાને સ્ટેન્ડ(ઘોડી) આપીને તેઓની તકલીફ દૂર કરી હતી.

વૃદ્ધા ચાલી શકે તેમ ન હોવાથી ઘોડીની જરૂર હતી
નંદેસરી પોલીસ મથકની શી ટીમના મહિલા પોલીસ જવાનો પ્રીતિબેન સુખદેવભાઈ અને શારદાબેન હસમુખભાઈ રાબેતા મુજબ નંદેસરી રીફાઈનરી રોડ પર આવેલા ઘોડા વગામાં રહેતા 105 વર્ષના કમલાબેન બુધાભાઈ પરમારને મળ્યા હતા. ઉંમર લાયક કમલાબેન સહારા વગર ચાલી શકે તેમ ન હતા. તેઓને સેન્ડ (ઘોડી)ની જરૂરિયાત હતી.

શી ટીમ દ્વારા 105 વર્ષની વૃદ્ધાને સ્ટેન્ડ(ઘોડી) આપીને તેઓની તકલીફ દૂર કરી
શી ટીમ દ્વારા 105 વર્ષની વૃદ્ધાને સ્ટેન્ડ(ઘોડી) આપીને તેઓની તકલીફ દૂર કરી

પીઆઇએ ઘોડીની વ્યવસ્થા કરીને શી ટીમ દ્વારા પહોંચતી કરી
કમલાબેન પરમારની જરૂરિયાતને સમજી ગયેલા મહિલા પોલીસ જવાનોએ પોલીસ મથકમાં આવીને પી.આઈ. એ.કે. વડીયાને કમલાબેનની તકલીફ અંગે વિગતવાર માહિતી આપી હતી. નંદેસરી પોલીસ મથકના પી.આઇ. એ.કે. વડીયાએ 105 વર્ષના કમલાબેન માટે સ્ટેન્ડ (ઘોડી)ની વ્યવસ્થા કરીને શી ટીમ દ્વારા પહોંચતી કરી હતી.

ઘોડી મળી જતા વૃદ્ધ મહિલા ખુશ થઈ ગયા
છેલ્લા કેટલાક સમયથી 105 વર્ષના કમલાબેન ચાલવા માટે કોઈ સહારો ન હોવાના કારણે એક જગ્યાએ બેસી રહેતા હતા. કોઈ જગ્યાએ જવું હોય તો કોઈ સહારો મળે ત્યારે જ એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકતા હતા. હવે શી ટીમ દ્વારા તેઓને સહારો પૂરો પાડે તેવી ઘોડી મળી જતા તેઓ પોતાની રીતે કોઇના સહારાની રાહ જોયા વગર એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ રહ્યા છે. કમલા બેનને ઘોડી મળી જતા ખુશ થઈ ગયા હતા અને પોલીસ તંત્રની શી ટીમની કામગીરીને બિરદાવી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

વધુ વાંચો