તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માતાએ વચન પાળ્યું:પુત્રીને ‘તારા ભાઈ પહેલા નહીં જ મરું’ કહેતી માતાએ અસાધ્ય રોગથી પીડાતા પુત્રની આખી જિંદગી સેવા કરી, અંતે કોરોનાથી મોત થતાં 72 કલાકમાં પ્રાણ છોડ્યા

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ડાબે માતા અનસુયાબેન બૂચ અને જમણે પુત્ર તુષાર બૂચની તસવીર - Divya Bhaskar
ડાબે માતા અનસુયાબેન બૂચ અને જમણે પુત્ર તુષાર બૂચની તસવીર
  • મસ્ક્યૂલર ડિસ્ટ્રોફીથી પીડાતા પુત્રની માતાએ 20 વર્ષથી રાત-દિવસ સેવા કરી

પગ સહિત શરીરના વિવિધ સ્નાયુઓને નિષ્ક્રિય બનાવતા અસાધ્ય રોગ મસ્ક્યૂલર ડિસ્ટ્રોફીથી પીડાતા 56 વર્ષના કોરોનાગ્રસ્ત પુત્રના મોત બાદ તેની 93 વર્ષની માતાએ પણ શનિવારે દેહત્યાગ કરી દીધો હતો. માતા પુત્રની છેલ્લાં 20 વર્ષથી રાત-દિવસ સેવા કરતાં હતાં.

ઇલોરાપાર્કમાં રહેતા તુષાર બૂચ મસ્ક્યૂલર ડિસ્ટ્રોફીને લીધે 30 વર્ષથી નિષ્ક્રિય જીવન ગુજારતા હતા. 6 વર્ષથી માત્ર 2 કલાક જ પથારી પર સૂતા હતા. બાકીના 22 કલાક દીવાલના ટેકે બેસી રહેતા હતા. એટલું જ નહીં 24 કલાકમાં માત્ર એક જ વાર પોતાની પથારી પરથી સહાયકની મદદથી ખસીને નિત્યક્રિયાઓ પતાવતા હતા. તેમને માતા અનસુયાબેન મદદ કરતાં અને સધિયારો આપતાં હતાં. તુષારભાઇને ગત અઠવાડિયે કોરોના થતાં ગોત્રી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા, જ્યાં તેમનું મોત થયું હતું. પુત્ર વિયોગ છતાં અનસુયાબેને આ બાબતને સહજપણે સ્વીકારી લીધી હતી, પણ સાથે સ્થિતપ્રજ્ઞની જેમ ભોજન-પાણી બંધ કરી દીધાં હતાં.

પુત્ર તુષારભાઇ બૂચ
પુત્ર તુષારભાઇ બૂચ

તેમનાં પુત્રી કલ્પનાબેનના જણાવ્યા મુજબ ‘મમ્મી હંમેશાં કહેતાં કે, ‘તુષાર મારી હાજરીમાં જવો જોઇએ… ભાઇ (તુષાર)ના પહેલાં તો નહીં જ મરું. દેહ ત્યાગના અઢી કલાક પહેલાં સુધી તેમને ચા પીવાનો આગ્રહ કરતા શાંત મને કહ્યું કે, હું નહીં પીવું તમે પીવો.. દુનિયામાંથી જાણે રસ ઊડી ગયો હતો.’ અનસુયાબહેનની 5 પુત્રી, તેમના ભાઇ અને પૌત્રો સહિતના પરિવારજનો ઘરે એકત્રિત થઇ ગયાં હતાં. દેહાવસાનની 5 મિનિટ અગાઉ તેમની તબિયત લથડી હતી અને દેહ ત્યાગી દીધો હતો.

અન્ય સમાચારો પણ છે...