આરોપી ફરાર:વડોદરામાં પોલીસ જાપ્તામાંથી શાર્પ શૂટર એન્થોની ફરાર, હોટલમાં પોલીસ સાથેના CCTV સામે આવ્યા

વડોદરા19 દિવસ પહેલા
શાર્પ શૂટર એન્થોની
  • પોલીસ અને એન્થોની સયાજીગંજ વિસ્તારની એક હોટલમાં રોકાયા હતા
  • એન્થોનીને શોધવા વડોદરા પોલીસની વિવિધ ટીમ કાર્યરત

વડોદરાના સયાજીગંજ વિસ્તારમાંની એક હોટલમાંથી પોલીસ જાપ્તામાં રહેલ કુખ્યાત શાર્પ શૂટર એન્થોની ફરાર થઇ જતાં ચકચાર મચી છે. આ મામલે રાવપુરા પોલીસ મથકે કેસ દાખલ કરવાની તજવીજ હાથ ધરાઇ છે. બીજી તરફ પોલીસ જપ્તામાં રહેલા એન્થોનીને કેવી વીવીઆઇપી સુવિધા મળતી હતી તેના CCTV પણ બહાર આવ્યા છે.

એન્થોનીને શોધવા વડોદરા પોલીસની વિવિધ ટીમ કાર્યરત
એન્થોનીને શોધવા વડોદરા પોલીસની વિવિધ ટીમ કાર્યરત

બે યુવતીઓ પણ આવી હતી
પ્રાપ્ત વિગતો અનુસાર છોટાઉદેપુર પોલીસ આજે કુખ્યાત શાર્પ શૂટર એન્થોનીને લઇને વડોદરા આવી હતી. આ દરમિયાન પોલીસ અને આરોપી સયાજીગંજ વિસ્તારની એક હોટલમાં રોકાયા હતા. જ્યાં એન્થોનીને મળવા માટે બે યુવતીઓ પણ આવી હતી. જેમાંથી એક તેની બહેન હોવાનું માનવામાં આવી રહ્યું છે. દરમિયાન એન્થોની હોટલમાંથી બહાર આવ્યો હતો અને એક્ટિવા પર ફરાર થઇ ગયો હતો.

એન્થોનીને કેવી વીવીઆઇપી સુવિધા મળતી હતી તેના CCTV પણ બહાર આવ્યા
એન્થોનીને કેવી વીવીઆઇપી સુવિધા મળતી હતી તેના CCTV પણ બહાર આવ્યા

એન્થોનીને શોધવા માટે ટીમ કાર્યરત
આમ છોટાઉદેપુર પોલીસની બેદરકારીને કારણે કુખ્યાત શાર્પ શૂટર એન્થોની જાપ્તામાંથી ફરાર થઇ જતાં ચકચાર મચી છે. વડોદરા પોલીસની વિવિધ ટીમ એન્થોનીને શોધવા માટે કાર્યરત કરાઇ છે. જ્યારે આ મામલે છોટાઉદેપુર પોલીસનો સ્ટાફ રાવપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પહોંચ્યો છે.

હોટલ પૂજામાંથી આરોપી ફરાર થયો હતો
હોટલ પૂજામાંથી આરોપી ફરાર થયો હતો

હોટેલમાં મળવા આવેલી 2 મહિલા કોણ?
જેલ થી સારવાર માટે સયાજી હોસ્પિટલ ને બદલે પ્રતાપગંજ ની પૂજા હોટેલમાં પોલીસ સાથે એન્થોની પહોચ્યો હતો. જ્યાં અગાઉથી જ બે સાગરીતો હજાર હતા. હોટલ ના ઉપરનાં ભાગે આવેલી રૂમમાં અગાઉથી 2 મહિલાઓ પણ હાજર હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે સાગરીતો મોપેડ લઈને આવ્યા હતા. જેની પર સવાર થઇને ભાગ્યો હોવાની માહિતી મળી છે. ત્યારે હોટેલ માં અગાઉથી હાજર બે ભેદી મહિલાઓ કોણ હતી તેની પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસે હોટલના ફૂટેજ પણ કબજે કર્યા છે.

મુકેશ હરજાણીની હત્યા સહિતના 28 ગુનામાં અનિલ ઉર્ફે એન્થોનીની સંડોવણી
અત્યાર સુધી ગંભીર પ્રકાર ના કહી શકાય તેવા 28 ગુના માં એન્થોનીની સંડોવણી હોવાનું નોંધાયું છે. શાર્પ શૂટર એન્થોનીની ચર્ચા મુકેશ હરજાણી હત્યા કેસ થી શરૂ થઈ હતું પરંતુ એ ના ઘણા સમય પેહલા થી એટલે કે 2006થી એન્થોની એ ગુનાખોરી માં પેસારો કરી દીધો હતો.હરજાણી હત્યા કેસમાં એને ચલાવેલી ગોળીથી જ મુકેશ હરજાણીનું મોત નીપજ્યું હોવાનું માનવામાં આવે છે.

એન્થોની શહેરમાં જ છુપાયો હોવાની શંકા
સૂત્રો ના જણાવ્યા પ્રમાણે એન્થોની એ ભાગ્યા બાદ મોડી રાત સુધી શહેર છોડ્યું નથી શહેર બહાર ની તરફ નીકળતા કોઈ પણ માર્ગ ઉપર લગાવાયેલા સી સી ટી વી કેમેરામાં એન્થોનીને લઈ જતું એક્ટિવા દેખાતુ ન હોવાથી એ શહેરમાં જ હોવાનું પોલીસ માની રહી છે જ્યારે એક્ટિવા માંજલપુર તરસાલી માણેજા વિસ્તારમાં ફરતું હોવાનું જાણવા મળ્યું છે.

અન્ય સમાચારો પણ છે...