ઉજવણી:વડોદરાના સુભાનપુરા જૈન સંઘમાં પ્રતિષ્ઠાને લઈને શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનનો દીક્ષા કલ્યાણકનો વરઘોડો નીકળ્યો

વડોદરા23 દિવસ પહેલા
  • કૉપી લિંક
શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનનો વર્ષીદાનનો વરઘોડો નીકળ્યો હતો. - Divya Bhaskar
શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનનો વર્ષીદાનનો વરઘોડો નીકળ્યો હતો.
  • લોકોએ ઉછાળવામાં આવતી વિવિધ વસ્તુઓ લેવા પડાપડી કરી

આજે જૈનાચાર્ય જગવલ્લભ સુરીશ્વરજી મહારાજ અને હર્ષવલ્લભ સૂરીશ્વરજી મહારાજ આદિઠાણાની નિશ્રામાં ચતુર્વિધ સંઘ સાથે શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનનો વર્ષીદાનનો વરઘોડો નીકળ્યો હતો.

આ કાર્યક્રમની માહિતી આપતાં સુભાનપુરા જૈન સંઘના ટ્રસ્ટી કિરીટભાઇ શાહે જણાવ્યું હતું કે, જ્યારે ભગવાનની પ્રતિષ્ઠા થવાની હોય ત્યારે ભગવાનના ચ્યવન, જન્મ, દિક્ષા કલ્યાણકની ઉજવણી થતી હોય છે, તેથી આજે ભગવાન દીક્ષા લેતા પૂર્વે વર્ષીદાન દેવા માટે નીકળ્યા હતા. જેમાં હાથી, બગી ઘોડાઓ તથા બેન્ડ સાથે સુભાનપુરા ના રાજ માર્ગો ઉપર જૈનમ જયતી શાશનમના ગગનભેદી નારા સાથે નીકળ્યો હતો.

સવારે 6 વાગે પ્રતિષ્ઠા વિધિ શાસ્ત્રોક્ત રીતે શરું થશે
સવારે 6 વાગે પ્રતિષ્ઠા વિધિ શાસ્ત્રોક્ત રીતે શરું થશે

વધુમાં સુભાનપુરા ના ટ્રસ્ટી અશ્વિનભાઈ શાહે જણાવ્યું હતું કે, સંઘની સામાયિક મંડળ તથા મહિલા મંડળની બહેનો પરંપરા ગત પરીવેશમાં ભગવાન ના દિક્ષા કલ્યાણકના આ વરઘોડામાં જોડાઈ હતી. જે નગરના રાજમાર્ગો ઉપર ફરી બાલુબા ઉપાશ્રય, મેહુલ સોસાયટી ખાતે બનાવેલ વારાણસી નગરી ખાતે પરત આવ્યો હતો. વધુમાં સંઘના આગેવાન મયુરભાઈ શાહે જણાવ્યું હતું કે, આજના વરઘોડામાં દિક્ષારથી ઓનો પણ વરસીદાન વરઘોડો યોજાયો હતો. લોકોએ ઉછાળવામાં આવતી વિવિધ વસ્તુઓ લેવા ભારે પડાપડી કરી હતી.

હાથી, બગી ઘોડાઓ તથા બેન્ડ સાથે સુભાનપુરા ના રાજ માર્ગો ઉપર જૈનમ જયતી શાશનમના ગગનભેદી નારા સાથે નીકળ્યો હતો
હાથી, બગી ઘોડાઓ તથા બેન્ડ સાથે સુભાનપુરા ના રાજ માર્ગો ઉપર જૈનમ જયતી શાશનમના ગગનભેદી નારા સાથે નીકળ્યો હતો

સુભાનપુરા જૈન સંઘના ટ્રસ્ટી દિલિપભાઈ તથા ઉત્તમભાઈએ જણાવ્યું હતું કે, ભગવાન આજે મધ્ય રાત્રિએ અંજન વિધાન આચાર્ય જગવલ્લભ સુરીશ્વરજી મહારાજ તથા આચાર્ય હર્ષવલ્લભ સુરીશ્વરજી કરશે. ત્યારબાદ સવારે 4 વાગે ભગવાનની દેશના ગુરુદેવ ફરમાવશે અને ત્યારબાદ સવારે 6 વાગે પ્રતિષ્ઠા વિધિ શાસ્ત્રોક્ત રીતે શરું થશે એમ જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું.

લોકોએ ઉછાળવામાં આવતી વિવિધ વસ્તુઓ લેવા ભારે પડાપડી કરી હતી
લોકોએ ઉછાળવામાં આવતી વિવિધ વસ્તુઓ લેવા ભારે પડાપડી કરી હતી
અન્ય સમાચારો પણ છે...