તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકારણ:પ્રતીકના અભાવે શંકરસિંહનો પક્ષ ચૂંટણી નહીં લડી શકે

વડોદરાએક મહિનો પહેલા
 • કૉપી લિંક
શંકરસિંહ વાઘેલાની ફાઈલ તસવીર. - Divya Bhaskar
શંકરસિંહ વાઘેલાની ફાઈલ તસવીર.

પ્રજા શક્તિ ડેમોક્રેટિક પાર્ટીને 5 મહિના પછી પણ ચૂંટણીપંચે પ્રતીકની ફાળવણી કરી નથી, જેથી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લડી શકશે નહીં. પ્રજા શક્તિ ડેમોક્રેટિક પાર્ટીના સ્થાપક અને રાષ્ટ્રીય અધ્યક્ષ પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા છે, જ્યારે તેના પ્રદેશ પ્રમુખ ડો. રાજેન્દ્રસિંહ રાઠોડ અને શહેર પ્રમુખ આનંદ રાવ છે.

પ્રદેશ અધ્યક્ષ ડો. રાજેન્દ્રસિંહ રાઠોડે જણાવ્યું હતું કે, ગુજરાતમાં થનારી પાલિકા-પંચાયતની ચૂંટણીનો અમે બહિષ્કાર કરીએ છીએ. કોરોનાથી ડરેલી પ્રજાને સરકાર હજી પણ ભયના ઓથાર હેઠળ રાખે છે. લોકો પાસે હાલમાં કામ નથી, બેકારી વધી છે, નોકરી છૂટી રહી છે અને ઘર ચલાવવાનું મુશ્કેલ થઈ રહ્યું છે. આગામી 2022ની વિધાનસભાની ચૂંટણીમાં તમામ બેઠકો પરથી અમારા પક્ષના ઉમેદવારો ઝંપલાવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો