શમાના પિતા સેલ્ફ મેરેજથી નાખુશ!:માતા-પિતા લગ્નથી ખુશ છે એમ કહેનાર શમાના પિતાએ કહ્યું, 'આ વિશે તેની સાથે જ વાત કરો, મારે કશું કહેવું નથી'

વડોદરા15 દિવસ પહેલા
આત્મવિવાહનો વિવાદ થતાં સમાએ 3 દિવસ વહેલા લગ્ન કરી લીધા હતા.
  • આત્મવિવાહ કરનાર શમા બિંદુનાં માતા-પિતા અમદાવાદમાં રહે છે
  • ભારે વિવાદ થતાં સમાએ 3 દિવસ વહેલા લગ્ન કરી લીધા

વડોદરામાં આત્મવિવાહ કરનાર શમા બિંદુએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે તેના આ લગ્નથી તેનાં માતા-પિતા ખુશ છે, પરંતુ જ્યારે ભાસ્કરે અમદાવાદ રહેતા તેના પિતાનો ટેલિફોનિક સંપર્ક કર્યો તો તેના પિતાએ જણાવ્યું, તમારે આ વિશે જે કંઈ વાત કરવી હોય એ તેની સાથે કરો, મારે કશું કહેવું નથી.

વિરોધના પગલે વહેલા લગ્ન કર્યા
પોતાની જાત સાથે લગ્ન કરવાની જાહેરાત કર્યા બાદ એક અઠવાડિયાથી દેશવ્યાપી ચર્ચાનો વિષય બનેલી વડોદરાની શમાએ આખરે બુધવારે પોતાની જાત સાથે લગ્ન કરી લીધા હતા. શમાએ પોતાની જાત સાથે 11મી જૂને લગ્ન કરશે એવી જાહેરાત કરી હતી. જોકે સમાજમાંથી વ્યાપક વિરોધને પગલે વધુ કશું થાય એ પહેલાં જ લગ્ન કરી લીધા હોવાનું તેણે જણાવ્યું હતું. ગોત્રી વિસ્તારમાં રહેતી શમા બિંદુએ 8 જૂને બપોરે બ્લૂ ટૂથ સ્પીકરના મંત્રોચ્ચાર સાથે પોતાની જાત સાથે મિત્રોની હાજરીમાં પોતાની જાતે જ પાંથીમાં સિંદૂર ભરીને લગ્ન કર્યા હતા.

શમાના પિતાએ કહ્યું, 'આ વિશે તેની સાથે જ વાત કરો, મારે કશું કહેવું નથી'.
શમાના પિતાએ કહ્યું, 'આ વિશે તેની સાથે જ વાત કરો, મારે કશું કહેવું નથી'.

લગ્નમાં 10 હજારનો ખર્ચ થયો
આ અગાઉ તેની હલ્દી વિધિ પણ કરવામાં આવી હતી. ત્યાર બાદ ગણેશ-લક્ષ્મીજીની પૂજા પણ કરી હતી. હવનકુંડના ફરતે ફેરા ફર્યા હતા અને પોતાની જાતને વરમાળા-મંગળસૂત્ર પહેરાવ્યા હતા. તેણે કહ્યું હતં કે સેંથામાં સિંદૂર પૂરતાં નાક પર પડ્યું હતું, એ લાંબી વય આપે છે અને શુકન મનાય છે. મેં પોતાનું સન્માન જાળવીશ, પોતાની જાતને અસીમ પ્રેમ કરીશ જેવાં 7 વચનો પણ આપ્યાં છે. આ લગ્નમાં 10 હજારનો ખર્ચ કર્યો હોવાનું પણ તેણે જણાવ્યું હતું.

આત્મવિવાહ કરનાર શમા બિંદુનાં માતા-પિતા અમદાવાદમાં રહે છે.
આત્મવિવાહ કરનાર શમા બિંદુનાં માતા-પિતા અમદાવાદમાં રહે છે.

કેટલાક લોકોએ લગ્નની ઓફર કરી
નિયત દિવસ કરતાં વહેલું લગ્ન કરવા વિશે તેણે જણાવ્યું હતું કે ‘મેં નક્કી કરેલા પંડિતને એડવાન્સ પેટે અડધી રકમ પણ આપી દીધી હતી. જોકે પોલિટિક્સ આવ્યા બાદ સ્થિતિ બદલાઇ ગઇ હતી. હું શાંતિપૂર્વક લગ્ન કરવા માગતી હતી. તેથી મેં લગ્ન પ્રીપોન કરી દીધું. આ દિવસો દરમિયાન લોકોનો પ્રતિભાવ દરરોજ બદલાતો હતો. પહેલા દિવસે હું પબ્લિસિટી માટે આમ કરી રહી છું, એમ કહ્યું પછી મારી જાતીય જરૂરિયાતો વિશેનો વાહિયાત મુદ્દો ઉઠાવ્યો. ત્યાર બાદ મને કેટલાક લોકોની મારી સાથે લગ્ન કરશો એવી ઓફર આવી, કેટલાક સમયમાં હું હિન્દુ સંસ્કૃતિ ખરાબ કરી રહી છું એવો આરોપ મુકાયો હતો.

શમા બિંદુએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે તેના આ લગ્નથી તેનાં માતા-પિતા ખુશ છે.
શમા બિંદુએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે તેના આ લગ્નથી તેનાં માતા-પિતા ખુશ છે.

મહિલાઓ પૈતૃક વ્યવસ્થામાં ફસાયેલી છે
કેનેડિયન વેબસિરીઝ જોયા બાદ સોલોગેમીનો પાકો નિર્ધાર કરી આત્મવિવાહ કરનાર આ યુવતીએ જણાવ્યું હતું કે નાનપણથી હું મારા ઘરે જ જોતી હતી કે મહિલાઓ પૈતૃક વ્યવસ્થામાં ફસાયેલી છે. મારે એ રીતે જીવવું ન હતું. જો હું પૂર્વ આયોજન મુજબ હનિમૂન માટે ગોવા નહીં જઇ શકું તો કોઇ સંસ્થામાં જઇશ અને પોતાની જાત સાથે સમય વિતાવીશ. શમાએ કહ્યું હતું કે ભવિષ્યમાં જો લગ્ન કરશે તો પોતાની જાતને ડિવોર્સ નહીં આપે.

શમા લગ્ન બાદ અનેક પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે.
શમા લગ્ન બાદ અનેક પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે.
અન્ય સમાચારો પણ છે...