તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • Shalini Agarwal Takes Charge As Commissioner Of Vadodara Municipal Corporation , Says: 'We Will All Work Together For The Development Of The City'

શહેરના બીજા મહિલા મ્યુ. કમિશનર:વડોદરા મનપાના મ્યુ. કમિશનર પદે શાલિની અગ્રવાલે ચાર્જ સંભાળ્યો, કહ્યું: 'શહેરના વિકાસ માટે બધા સાથે મળીને કામ કરીશું'

વડોદરા3 મહિનો પહેલા
વડોદરા મહાનગરપાલિકાના બીજા મહિલા મ્યુનિસિપલ કમિશનર તરીકે શાલિની અગ્રવાલે ચાર્જ સંભાળ્યો હતો
  • વડોદરા જિલ્લા વિકાસ અધિકારી કિરણ ઝવેરીએ ઇન્ચાર્જ જિલ્લા કલેક્ટર તરીકે ચાર્જ સંભાળ્યો

વડોદરા મહાનગરપાલિકાના બીજા મહિલા મ્યુનિસિપલ કમિશનર તરીકે શાલિની અગ્રવાલે અને ઇન્ચાર્જ જિલ્લા કલેક્ટર તરીકે જિલ્લા વિકાસ અધિકારી કિરણ ઝવેરીએ ચાર્જ સંભાળ્યો હતો. પદભાર સંભાળનાર મ્યુનિસિપલ કમિશનર અને જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું કે, અમે બધાને સાથે રાખી વડોદરા શહેર જિલ્લાની વિકાસ યાત્રાને આગળ ધપાવીશુ.

પાલિકામાં સવારથી શુભેચ્છકોનો ધસારો રહ્યો
નોંધનીય છે કે, કોરોનાની મહામારીમાં જિલ્લા કલેક્ટર તરીકે તેઓએ સફળ કામગીરી બજાવી હતી. પરિણામ સ્વરૂપ સરકાર દ્વારા તેઓને મ્યુનિસિપલ કમિશનર તરીકેની જવાબદારી સોંપી છે. જ્યારે 38 માસથી વડોદરા જિલ્લા વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવી રહેલા કિરણ ઝવેરીને સરકાર દ્વારા વધારાનો જિલ્લા કલેક્ટર તરીકે ચાર્જ સોંપવામાં આવ્યો છે. શાલિની અગ્રવાલે મ્યુનિસિપલ કમિશનર તરીકેનો ચાર્જ સંભાળ્યા બાદ કોર્પોરેશનના અધિકારીઓ તેમજ ચૂંટાયેલા હોદ્દેદારો દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવી હતી. તેઓએ ચાર્જ સંભાળ્યા બાદ સવારથી શુભેચ્છકોનો ધસારો રહ્યો હતો. કોર્પોરેશનની કચેરીમાં સવારથી ચહલ પહલ શરૂ થઇ ગઇ હતી.

શાલિની અગ્રવાલે મ્યુનિસિપલ કમિશનર તરીકેનો ચાર્જ સંભાળ્યા બાદ કોર્પોરેશનના અધિકારીઓ તેમજ ચૂંટાયેલા હોદ્દેદારો દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવી હતી
શાલિની અગ્રવાલે મ્યુનિસિપલ કમિશનર તરીકેનો ચાર્જ સંભાળ્યા બાદ કોર્પોરેશનના અધિકારીઓ તેમજ ચૂંટાયેલા હોદ્દેદારો દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવી હતી

ચોમાસુ અને કોરોના પડકારરૂપ સાબિત થશે
વડોદરા જિલ્લા કલેકટર તરીકે સફળ કામગીરી બજાવનાર શાલિની અગ્રવાલ વડોદરા શહેરમાં મ્યુનિસિપલ કમિશનર તરીકેની જવાબદારી સંભાળવા માટે આજથી સજ્જ થઇ ગયા હતા. આવનારા દિવસોમાં વર્તમાન ચોમાસાની ઋતુ તેમજ સંભવતઃ કોરોનાની આવી રહેલી ત્રીજી જાહેર તેઓ માટે પડકારરૂપ સાબિત થશે, ત્યારે તેઓ કેટલા સફળ રહે છે તે સમય બતાવશે.

કોર્પોરેશનના અધિકારીઓ સાથે બેઠક કરશે
વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર તરીકે શાલિની અગ્રવાલ સવારે 10 વાગ્યે ચાર્જ સંભાળ્યા બાદ શાલિની અગ્રવાલ કોર્પોરેશનના અધિકારીઓ સાથે બેઠક કરશે. આ બેઠકમાં તેઓ વડોદરા શહેરની ભૌગોલિક પરિસ્થિતિની માહિતી મેળવશે. આ ઉપરાંત તેઓ આગામી ચોમાસાની ઋતુમાં વડોદરા મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવેલી પ્રિ-મોન્સુન કામગીરી અંગેની પણ અધિકારીઓ પાસેથી માહિતી મેળવશે.

ઇન્ચાર્જ જિલ્લા કલેક્ટર તરીકે જિલ્લા વિકાસ અધિકારી કિરણ ઝવેરીએ ચાર્જ સંભાળ્યો
ઇન્ચાર્જ જિલ્લા કલેક્ટર તરીકે જિલ્લા વિકાસ અધિકારી કિરણ ઝવેરીએ ચાર્જ સંભાળ્યો

પ્રિ-મોન્સુન કામગીરી ઝડપથી પૂર્ણ કરવા માટે સૂચનાઓ આપશે
ચોમાસાની ઋતુનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે, ત્યારે વડોદરાવાસીઓને ચોમાસાની ઋતુમાં ઓછામાં ઓછી તકલીફો ભોગવવી પડે તે માટે અધિકારીઓને જરૂરી સૂચનો કરશે. તે સાથે અધિકારીઓને બાકી રહેલી પ્રિ-મોન્સુન કામગીરી ઝડપભેર પૂર્ણ કરવા માટે સૂચનાઓ આપશે.

શહેરના બીજા મહિલા મ્યુનિસિપલ કમિશનર તરીકે નિયુક્ત થયા
ઉલ્લેખનિય છે કે, વડોદરા મહાનગરપાલિકામાં શાલિની અગ્રવાલ બીજા મહિલા મ્યુનિસિપલ કમિશનર તરીકે નિયુક્ત થયા છે. આ અગાઉ વડોદરા મહાનગરપાલિકામાં મહિલા મ્યુનિસિપલ કમિશનર તરીકે વિલાસીની રામચંદ્રન હતા.

અન્ય સમાચારો પણ છે...