તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચૂંટણી:પોર બેઠક માટે શૈલેષ પટેલ અને અશોક પટેલની દાવેદારીથી ગૂંચ, જિલ્લામાં પણ ધારાસભ્યો અને સંગઠન વચ્ચે ખેંચતાણ

વડોદરાએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • 2 ધારાસભ્યો શૈલેષ પટેલની તરફેણમાં, નિશાળિયાએે જિલ્લા ભાજપાના પૂર્વ મહામંત્રીનું નામ મૂકતાં મડાગાંઠ

જિલ્લા ભાજપમાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીના ઉમેદવારોની ટીકીટ માટે ધારાસભ્યો અને સંગઠન વચ્ચે ખેંચતાણ ચાલી રહી છે. તો બીજી તરફ પોર બેઠક માટે બે ધારાસભ્યે શૈલેષ પટેલનું નામ આપ્યું છે.તો બીજી તરફ માજી ધારાસભ્યે જિલ્લા ભાજપના પૂર્વ મહામંત્રીનું નામ સંગઠનને આપતા હવે કોકડું ગુંચવાયું છે. રાજકીય સુત્રોના જણાવ્યા અનુસાર, વડોદરા જીલ્લાની પોર બેઠક માટે ડભોઈના ધારાસભ્ય શૈલેષ સોટ્ટા અને કરજણના ધારાસભ્ય અક્ષય પટેલ દ્વારા શૈલેષ પટેલ (એપીએમસી પ્રમુખ પતિ)નું નામ સંગઠનને આપ્યું છે.તો બીજી તરફ કરજણના માજી ધારાસભ્ય સતીષ નિશાળીયા દ્વારા જિલ્લા ભાજપના પૂર્વ મહામંત્રી અશોક પટેલનું નામ સંગઠનને આપવામાં આવ્યું છે.હવે આ બંને નામોમાંથી કયા દાવેદારને ટીકીટ આપવી તે અંગે પાર્લામેન્ટ્રી બોર્ડ નિર્ણય લેશે.

અશોક પટેલ જિલ્લા ભાજપના પૂર્વ મહામંત્રી ઉપરાંત પાયાના કાર્યકર પણ છે. તેમજ તેમની પત્નિ રીનાબેન પટેલ ગત ટર્મમાં પોર બેઠક પરથી ચૂંટાઈ આવ્યાં હતાં. જોકે બીજી તરફ શૈલેષ પટેલનું નામ ડભોઈ અને કરજણના ચાલુ ધારાસભ્ય દ્વારા નોમીનેટ કરવામાં આવ્યું છે. તો હવે પોર બેઠક પર કયા દાવેદારને ટીકીટ મળશે તે અંગે સસ્પેન્સ સર્જાયું છે. પોરની બેઠક પર જ ભાજપમાંથી કોંગ્રેસમાં આવેલા ગોપાલસિંહ ટાંટોડ દ્વારા ટીકીટ માંગતા કોંગ્રેસના દાવેદારોમાં પણ આ અંગે નારાજગી વ્યાપી છે. કોંગ્રેસના દાવેદારોના મતે જેઓ કોંગ્રેસના પાયાના કાર્યકરો છે,તેમને જ પોર બેઠક પર ટીકીટ આપવામાં આવે.​​​​​​​

ભાજપના મોવડી મંડળે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 60 વર્ષથી વધુની વય ધરાવતા ઉમેદવારો તેમજ સગા-વહાલાઓને ટીકીટ નહી મળે તેવી જાહેરાત કરતા ટીકીટ આપવા મામલો ગુંચવાયો છે. ડભોઈ,કરજણ અને વાઘોડિયાના ધારાસભ્યો દ્વારા પોતાના માનીતા અને સગાવ્હાલા દાવેદારોના નામનું લીસ્ટ નિરીક્ષકોને આપ્યું હતું.જેમાંથી સંગઠનની બેઠકમાં ધારાસભ્યોએ આપેલા નામોને પેનલમાં સામેલ કરવામાં આવ્યાં હતાં. પરંતું હવે મોવડી મંડળની જાહેરાત બાદ દાવેદારોના નામોની સ્ક્રુટીનીટી કરવામાં આવતા ધારાસભ્યોના સગા-વહાલા તેમજ માનીતા દાવેદારોને ટીકીટ મળી શકે તેમ નથી.ત્યારે ધારાસભ્યો પોતે આપેલા નામોમાંથી દાવેદારોને ટીકીટ મળે તેવી જીદ પકડીને બેસી જતા ધારાસભ્યો અને સંગઠન વચ્ચે ટીકીટ માટે ખેંચતાણ શરૂ થઈ છે. જો દરેક નેતાઓ તેમના ટેકેદારોને ટિકીટ અપાવવા માટે ભારે પ્રયત્નશીલ બન્યા હોવાનું જાણવા મળે છે.આ સંંબંધમા કેટલાક દાવેદારો તો પોતાના ગોડફાધરની પહોંચની તાકાતના ભરોસે બેસી રહ્યા હોવાનું મનાય છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો