તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:વોર્ડ 10ના ભાજપ યુવા મોરચાના પ્રમુખ સહિત 17 જુગારી ઝડપાયા

વડોદરા17 દિવસ પહેલા
  • કૉપી લિંક
જયેન્દ્રસિંહ સોલંકી - Divya Bhaskar
જયેન્દ્રસિંહ સોલંકી
  • ગોત્રી રોડના શિવાલય હાઇટ્સના મકાનમાં પોલીસનો દરોડો
  • ભાજપના બે કાર્યકર પણ પકડાયા ઃ બે લાખનો મુદ્દામાલ કબ્જે

ગોત્રી રોડના શિવાલય હાઇટસમાં જુગાર રમતા વોર્ડ 10ના ભાજપના યુવા મોરચાના પ્રમુખ જયેન્દ્રસિંહ ઉર્ફે લાલો સોલંકી તથા ભાજપના 2 કાર્યકર મળી 17 જુગારી ઝડપાયા હતા. જેને લઇને શહેરના રાજકારણમાં ચર્ચાનો વિષય બન્યો હતો. પોલીસે બે લાખની મતા કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.

શહેરના ગોત્રી વિસ્તારમાં શિવાલય હાઇટ્સ બિલ્ડિંગના મકાનમાં અમરિષ ઠાકોર નામનો શખ્સ બહારથી લોકોને પોતાના ઘેર બોલાવીને જુગાર રમાડે છે તેવી બાતમી ગોત્રી પોલીસને મળતાં પોલીસે સોમવારે સાંજે દરોડો પાડયો હતો. પોલીસે પાડેલા દરોડામાં અમરિશ રુપસિંગ ઠાકોર સહિત 17 જુગારી ઝડપાયા હતા.

પોલીસે સ્થળ પરથી અમરિષ ઠાકોર, જયેશ શંકરભાઇ ખારવા, કિરીટ સંપતભાઇ જાની, નિતેશ કિરીટભાઇ જોશી, પંકજ ઠાકોરભાઇ સોની, નામદેવ ગોપાલભાઇ તીડકે, અક્ષીતસિંહ રાજેન્દ્રસિંહ રાજ, મિતેશ રાયસીંગભાઇ ઠાકોર, હસમુખ બાબુભાઇ માળી, રફીક મહંમદહુસેન શેખ, નિતીન મહાદેવભાઇ પવાર, રાજેન્દ્ર રામચન્દ્ર ધોત્રે, ઇરફાન યુસુફભાઇ પટેલ, સાવધાન ફકીરભાઇ સોનવણે, કુણાલ મહાદેવ પવાર તથા મુખત્યાર હશન પઠાણ, વોર્ડ 10ના ભાજપના યુવા મોરચાના પ્રમુખ જયેન્દ્રસિંહ ઉર્ફે લાલો ચન્દ્રસિંહ સોલંકીને જુગાર રમતા ઝડપી પાડ્યા હતા.

પોલીસે જુગારીઓ પાસેથી 41,400 રુપીયા રોકડા તથા 15 મોબાઇલ ફોન તથા જમીનદાવ પરના 66,150 રુપિયા રોકડા મળીને 2,00,550 રુપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસના દરોડાના પગલે જુગારીઓમાં ફફડાટ ફેલાઇ ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...