તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિવાદ:વડોદરા મહાનગરપાલિકા દ્વારા 9.35 કરોડના ખર્ચે 7 PHC બનાવવાની દરખાસ્ત સ્થાયી સમિતિમાં રજૂ કરાઇ, વધુ ભાવનું ટેન્ડર રજૂ કરાતા વિવાદ

વડોદરા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
વડોદરા મહાનગરપાલિકાની કચેરી(ફાઇલ તસવીર) - Divya Bhaskar
વડોદરા મહાનગરપાલિકાની કચેરી(ફાઇલ તસવીર)
  • એક હેલ્થ સેન્ટર બનાવવા પાછળનો અંદાજે ખર્ચ 1 કરોડથી વધુ ખર્ચ આંકવામાં આવ્યો છે

વડોદરા મહાનગરપાલિકા દ્વારા રૂપિયા 9.35 કરોડના ખર્ચે 7 નવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બનાવવા અંગેની દરખાસ્ત સ્થાયી સમિતિમાં રજૂ કરવામાં આવી છે, જેમાં અંદાજ કરતા વધુ ભાવનું ટેન્ડર રજૂ થતાં વિવાદ ઉભો થયો છે, એટલું જ નહીં, હાલની બજાર કિંમત પ્રમાણે એક પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના બાંધકામનો ખર્ચ રૂપિયા 60 લાખ મૂકવામાં આવે તો વધુ રૂપિયા 40 લાખ કોન્ટ્રાક્ટરને કોર્પોરેશન ચૂકવશે, જેથી સીધે સીધો રૂ.2.80 કરોડનો સીધો ફાયદો કોન્ટ્રાક્ટરને થશે.

દર 50 હજારની વસ્તીએ એક અર્બન હેલ્થ સેન્ટર બનાવવાની સરકારની સૂચના છે રાજ્ય સરકાર તરફથી એક પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બનાવવા માટે રૂપિયા 75 લાખની ગ્રાન્ટ આપવામાં આવી છે, જ્યારે વધારાનો ખર્ચ પાલિકા પોતે ભોગવવાનો વારો આવ્યો છે. વડોદરા શહેરમાં દર 50 હજારની વસ્તીએ એક અર્બન હેલ્થ સેન્ટર બનાવવાની સરકારની સૂચના છે. એક સેન્ટર માટે સરકાર 75 લાખની સહાય આપવાની છે. 33 સેન્ટરની સહાય મળી ચૂકી છે, ત્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા વધુ 7 અર્બન હેલ્થ સેન્ટરના બિલ્ડીંગ રૂપિયા 9.35 કરોડના ખર્ચે બનાવવા માટેની દરખાસ્ત સ્ટેન્ડિંગ કમિટીમાં રજૂ કરવામાં આવી છે

એક હેલ્થ સેન્ટર બનાવવા પાછળનો અંદાજે ખર્ચ 1 કરોડથી વધુ ખર્ચ આંકવામાં આવ્યો વડોદરા શહેરમાં 50 હજારની વસ્તીએ એક અર્બન હેલ્થ સેન્ટર બનાવવાના ભાગરૂપે 21 અર્બન હેલ્થ સેન્ટરની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે જ્યારે વધુ 7 સેન્ટર તૈયાર કરવાનું આયોજન ફેસ-3માં હાથ ધરાયું છે. જેના માટે પાલિકાએ જ અંદાજ રૂ.8.3 કરોડનો લગાવ્યો હતો. દરમિયાન અંદાજ કરતાં વધુ ભાવ નું રૂ.9.34 કરોડનું રિયા કન્ટ્રક્શનના ટેન્ડરની મંજૂરી માટે સ્ટેન્ડિંગ કમિટીમાં દરખાસ્ત મૂકી છે. જેથી એક હેલ્થ સેન્ટર બનાવવા પાછળનો અંદાજે ખર્ચ 1 કરોડથી વધુ ખર્ચ આંકવામાં આવ્યો છે.

અગાઉ અર્બન હેલ્થ સેન્ટરમાં હલકી ગુણવત્તાવાળું મટિરીયલ ઉપયોગની ચર્ચા થઇ હતી અત્રે નોંધનીય છે કે ફેઝ-2માં અર્બન હેલ્થ સેન્ટરમાં A ટાઈપ અર્બન હેલ્થ સેન્ટ૨નો કુલ બાંધકામ એરિયા 413.50 ચો.મી.(ગ્રાઉન્ડ ફ્લોર એરિયા 399.25 ચો.મી ફર્સ્ટ હલો૨ એરિયા 14.25 ચો.મી.) તથા B ટાઈપ અર્બન હેલ્થ સેન્ટરનો કુલ બાંધકામ એરિયા 469.99 ચો.મી.(ગ્રાઉન્ડ ફલોર એરિયા 346.21 ચો.મી+ ફરફ્લોર એરિયા 123.78 ચો.મી.) છે તથા પાર્કિંગ અને ગાર્ડનનું આયોજન કર્યું છે. અગાઉ નિર્માણ પામેલા અર્બન હેલ્થ સેન્ટરના ધાબામાંથી પાણી લીકેજની ઘટનાઓ ઘટી હતી અને બાંધકામ દરમિયાન હલકી ગુણવત્તાવાળું મટિરીયલ ઉપયોગ કર્યો હોવાનું ચર્ચાયું હતું.

અન્ય સમાચારો પણ છે...