વિકાસ:સેવાસી અને ગોરવા-કરોડિયા પ્રિલિમિનરી ટીપી મંજૂર કરાઈ

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાલિકાને 4.75 હેક્ટર જમીન પ્રાપ્ત થશે
  • રોડ અને ડ્રેનેજ, પાણીની​​​​​​​ સગવડ ઊભી થશે

રાજ્યના શહેરી ક્ષેત્રના વિકાસને વેગવંતો બનાવવાની દિશામાં મુખ્યમંત્રીએ અમદાવાદ અને વડોદરાની 4 ટાઉન પ્લાનિંગ સ્કીમને મંજૂરી આપી છે. વડોદરામાં સેવાસી ટીપી 3 અને ગોરવા કરોડિયા 55/એને મંજૂરી મળતાં પાલિકાને 4.75 હેક્ટર જમીન પ્રાપ્ત થશે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડોદરાની બે પ્રિલિમિનરી ટીપી સ્કીમ જેમાં પ્રારંભિક ટીપી 3 સેવાસી અને 55/એ ગોરવા કરોડિયાનો સમાવેશ થાય છે. આ ટીપીને મંજૂરી મળતાં ટીપી 3 સેવાસીમાં 900 આવાસ બનવાનો માર્ગ આસાન થયો છે. જ્યારે ટીપી 55/એ ગોરવા કોરડિયામાં પણ 1200 આવાસ બની શકશે.

બંને ટીપી સ્કીમ વિસ્તારમાં બાગબગીચા, રમત-ગમતના મેદાન અને ખુલ્લી જગ્યા કુલ 4.75 હેક્ટર જમીન પ્રાપ્ત થશે. તાજેતરમાં જ આ બંને ટીપી વિસ્તારને શહેરમાં સમાવિષ્ટ કરવામાં આવ્યો છે. જેમાં હાલમાં પાણી, ગટર અને રોડ રસ્તા સહિતની સુવિધાઓનો અભાવ છે. પરંતુ હવે આ વિસ્તારમાં રોડ અને ડ્રેનેજ, પાણીની સગવડ ઊભી થશે.

અન્ય સમાચારો પણ છે...