તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સ્થાયીમાં દરખાસ્ત:પાઇપલાઇન કામના 75 લાખ બાદ વધુ 1.25 કરોડના ખર્ચનું સેટલમેન્ટ

વડોદરા10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એક વર્ષ અગાઉ 2 કરોડના ખર્ચે ઇજારો કરવાની ભલામણ કરાઈ
  • ટેન્ડર વિના વધુ ખર્ચ કરવા સામે વિરોધ

શહેરના પૂર્વ ઝોનમાં 1 વર્ષ અગાઉ મંજુર કરાયેલા પાઇપ નાંખવાના વાર્ષિક ઇજારાની રકમ પર મસ મોટી કાતર ફેરવી દેવામાં આવી હતી ત્યારે બાકીની સવા કરોડ રૂપિયા ખર્ચાની જરૂરિયાત બતાવીને દરખાસ્ત સ્થાયી સમિતિમાં રજૂ કરવામાં આવી છે.

શહેરના પૂર્વ ઝોનમાં 2 કરોડ રૂપિયાની ખર્ચ મર્યાદામાં પાઇપ લાઈન નાખવાની ભલામણ કરતી દરખાસ્ત ગત વર્ષે સ્થાયી સમિતિમાં રજુ કરવામાં આવી હતી અને તેમાં કોરોનાની મહામારી ની સ્થિતિમાં તિજોરી પર ખર્ચ વધુ ન પડે તે હેતુથી માત્ર 75 લાખ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા હતા. અા ભલામણ મંજૂર કરનાર બોર્ડ પૂરું થઈ ગયું છે અને હાલમાં નવા શાસકોએ પાલિકામાં સત્તાની ધૂરા સંભાળી છે. આ સંજોગોમાં સ્થાયી સમિતિના એજન્ડામાં બીજા સવા કરોડ રૂપિયાના ખર્ચે આપો લાવવી પડશે તેવુ કારણ બતાવતી દરખાસ્ત રજૂ કરવામાં આવતા વિવાદનો મધપુડો છંછેડાયો છે.

સામાન્ય રીતે ટેન્ડર ની સમય મર્યાદા એક વર્ષની હોય છે અને જે સમયે જેવી દરખાસ્ત મંજુર કરવામાં આવી હોય તે મુજબ જ કામ કરવું પડે છે અને જો સમય મર્યાદા પૂરી થઈ ગઈ હોય તો નવેસરથી ટેન્ડર બહાર પાડવા પડે છે. પરંતુ પૂર્વ ઝોનમાં ગત વર્ષની બે કરોડ રૂપિયાની ખર્ચ મર્યાદામાં બાકી રહેલી રકમનો હિસાબ થાય તે માટે ભલામણ કરતી દરખાસ્ત બનાવવામાં આવતાં તેને લઈને ભડકો થયો છે.

આ દરમિયાન પાલિકાના પક્ષના પૂર્વ નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે પણ મેયરને લેખિતમાં રજૂઆત કરીને આવું કામ ના મંજુર કરવાની માંગ કરી હતી અને જો આ રીતે જ કામ કરવા હોય તો ટેન્ડર પ્રક્રિયા બંધ કરી દેવી જોઈએ તેવી ટકોર પણ કરી હતી.આ પ્રકારની પ્રક્રિયા પારદર્શક હોવી જોઈએ.

અન્ય સમાચારો પણ છે...