તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • Service Works Worth Rs. 867 Crore Were Carried Out Across The Country In The Year 2019 20 By Ramakrishna Math And Ramakrishna Mission.

ધાર્મિક:રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશન દ્વારા વર્ષ 2019-20માં દેશભરમાં રૂ.867 કરોડના સેવાકીય કાર્યો કરવામાં આવ્યાં

વડોદરા6 મહિનો પહેલા
  • કૉપી લિંક

રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશન સંસ્થા દ્વારા વર્ષ 2019-20માં દેશભરમાં આવેલી કુદરતી આફતો તેમજ શૈક્ષણિક સહાય પાછળ રૂ.867 કરોડનો ખર્ચો કરી વિવિધ સેવાકીય કાર્યો કરાયા છે. વડોદરાના રામકૃષ્ણ મિશન વિવેકાનંદ મેમોરિયલના સચિવ સ્વામી ઈષ્ટમયાનંદજીએ જણાવ્યું હતું કે, રામકૃષ્ણ મિશનનની 111મી વાર્ષિક સાધારણ સભા 7 માર્ચના રોજ બેલુર મઠ ખાતે યોજાઈ હતી.

જેમાં ગુજરાત, કેરળ, કર્ણાટક, ઉત્તર-પૂર્વ રાજ્યો અને અન્ય સ્થળોએ વિનાશકારી પૂર, અને વાવાઝોડા જેવી કુદરતી આફતો-કોવિડ-19ની મહામારી દરમિયાન રામકૃષ્ણ મિશન અને મઠ દ્વારા રાહત અને પુનર્વસનની કામગીરી કરાઈ હતી. આ કાર્યમાં રૂ.38.24 કરોડનો ખર્ચ કરી 8.24 લાખ લોકોને સહાય કરવામાં આવી હતીઆ ઉપરાંત મઠ દ્વારા ગરીબ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ અને વૃધ્ધ-બિમાર અને નિરાધાર લોકોને નાણાંકીય સહાય આપવા માટે રૂ.29.42 કરોડ ખર્ચ કરાયો હતો.

અન્ય સમાચારો પણ છે...