હાલાકી:ITIમાં સર્વર સ્લો, લર્નિંગ લાઇસન્સ માટે ધરમધક્કા

વડોદરા2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

શહેરમાં આઇટીઆઇ ખાતે લર્નિંગ લાઇસન્સની કામગીરી કરવામાં આવી રહી છે. જોકે આઈટીઆઈમાં અવાર-નવાર સર્વર ખોટકાતાં ઉમેદવારોને મુશ્કેલી ભોગવવી પડે છે. મંગળવારે ફરી એક વખત સર્વર ધીમું થતાં નાગરિકોને ધક્કો ખાવો પડ્યો હતો. ઉલ્લેખનીય છે કે, આઈટીઆઈ ખાતે માત્ર બે કલાક લર્નિંગ લાઇસન્સની કામગીરી કરવામાં આવે છે તેમજ શનિ-રવિ પણ આઈટીઆઈ બંધ હોય છે, જ્યારે કોરોનાને પગલે સર્જાયેલા લોકડાઉનનો બેકલોગ વધતો જાય છે. ઉમેદવારો દ્વારા આઈટીઆઈને શનિ-રવિના રોજ પણ ચાલુ રાખવા માગણી કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...