તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલાકી:વેક્સિનનું વાઇફાઇથી રજિસ્ટ્રેશન કરવા જતાં સર્વર ડાઉનની એરર

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • લોકોએ પોર્ટલ પર નોંધણી કરતાં 403 ફોરબિડન એરર પોપઅપ થઇ
  • 9466 લોકોને રસી અપાઇ, રસીકરણની ટકાવારી 57.63 પર પહોંચી

18 વર્ષ કે તેથી વધુ વયના લોકોને કોરોના વેક્સિન માટેના રજિસ્ટ્રેશન ગત 6 મેથી શરૂ થયા બાદ રસીના પહેલા ડોઝના રજિસ્ટ્રેશન માટે લોકો અટવાતા હતા, લોકો રજિસ્ટ્રેશન માટે માંડ સાઇટ ખોલતા ત્યાં જ સર્વર ડાઉન થઇ જાય છે અને 403 ફોર બિડન એરર પોપઅપ થતી હતી.રવિવારે તો આ બિલકુલ જ ડાઉન થતાં લોકો ફરી એકવાર હેરાન થયા હતા. પણ શહેરના સાઇબર એક્સપર્ટના જણાવ્યા મુજબ આવી એરર સોફ્ટવેરમાં ત્યારે જ આવે જ્યારે એડમિન જ ઇચ્છતા હોય કે ટ્રાફિક ન આવે.

આ એરર એ પણ સૂચિત કરે છે કે વેબસાઇટ કે પોર્ટલ જાહેર લોકોના વપરાશ માટે હાલમાં ઉપલબ્ધ નથી. જ્યારે આ સોફ્ટવેર પર વાઇફાઇનો ઉપયોગ કરીને જો રજિસ્ટ્રેશન માટે પ્રયાસ કરવામાં આવે છે તો તેમાં તુરંત જ 403 ફોરબિડન એરર આવી જાય છે જ્યારે ડેટા કનેકશન પર મોબાઇલ વાપરતા આ એરર આવતી નથી. કોવિન સોફ્ટવેર પર વધુ ભારણ ન પડે તે માટે આવું તંત્ર દ્વારા કરવામાં આવતુ હોય તેવી શક્યતા છે. શહેરમાં આજે પણ હજારો લોકો વાઇફાઇ પર જ પોતાનો મોબાઇલ ચલાવે છે ત્યારે વાઇફાઇ પર રજિસ્ટ્રેશન કરાવતા કોઇના પણ રજિસ્ટ્રેશન થતા નથી.

રવિવારે શહેરમાં રસીકરણ દરમિયાન વિવિધ વયજૂથના નાગરિકોને રસીના 9466 ડોઝ આપવામાં આવ્યાં હતા. આ સાથે શહેરમાં રસીકરણની ટકાવારી 57.63 ટકા પર પહોંચી ગઇ હતી. 45થી વધુ વર્ષના લોકોને રસીના 6377 ડોઝ આપવામાં આવ્યાં હતા. જ્યારે 18 વર્ષ કે તેથી વધુ વયના 3389 લોકોએ રસી લીધી હતી.

ફ્રન્ટલાઈન વોરિયર્સ માટે વેક્સિનેશન બંધ થતાં આરટીઓના 60થી વધુ કર્મચારીઓ અટવાયાં
રસીની અછતને પગલે આરટીઓના અંદાજે 60થી વધુ કર્મચારીઓ અટવાયા હોવાનું જાણવા મળ્યું છે. આરટીઓ માટે સ્પેશ્યલ કેમ્પ યોજવા માટે આરટીઓ અધિકારીને રજૂઆત આવતાં કોર્પોરેશનનો સંપર્ક કરાયો હતો જોકે આરોગ્ય અમલદાર દેવેશ પટેલ દ્વારા તેમને હાલ કેમ્પ બંધ હોવાનું અને ઓનલાઇન બુકિંગ દ્વારા રસી મુકાવાનંુ જણાવતા સ્ટાફ અટવાયો છે.

અન્ય સમાચારો પણ છે...