સમસ્યા:MSUમાં એસવાય બીકોમની ઓનલાઇન પરીક્ષામાં સર્વર ખોટકાયું, લોગ ઇન ન થઈ શકતાં વિદ્યાર્થીઓ અટવાયા

વડોદરા7 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર

મ.સ.યુનિ.ની એસવાય બીકોમની ઓનલાઇન પરીક્ષા વેળા શનિવારે સર્વર ખોટકાતાં વિદ્યાર્થીઓને હેરાન થવાનો વારો આવ્યો હતો. ચાલુ પરીક્ષાએ સર્વર ખોટકાવાની ફરિયાદ સત્તાધીશો સમક્ષ કરી હતી. જોકે અડધો કલાકમાં સર્વર પૂર્વવત ચાલુ થતાં હાશકારો અનુભવાયો હતો. એસવાય બીકોમની પરીક્ષામાં શનિવારે એચઆરએમનું પેપર હતું. 7 હજાર વિદ્યાર્થી પરીક્ષા ઓનલાઇન આપવા બેઠા હતા.

લોગ ઇન થતું ન હોવાથી વિદ્યાર્થીઓ મૂંઝાયા હતા. વિદ્યાર્થીઓએ આ અંગે સત્તાધીશોનું ધ્યાન દોરતાં યુનિવર્સિટીનું તંત્ર ફોલ્ટ શોધવા લાગી ગયું હતું. જોકે પરીક્ષાનો સમય સાંજે 4 વાગ્યાથી હતો પણ સર્વર ખોટકાતાં પરીક્ષા 4-30 વાગ્યાની આસપાસ શરૂ થઇ હતી. પરીક્ષા 5-45 વાગ્યે પૂરી થવાની હતી, પણ ખામીના પગલે પેપરને 6-15 વાગ્યે પૂરું કરવાની જાહેરાત કરાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...