તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિર્ણય:SSGમાં મ્યુકરમાઇકોસીસના દર્દી માટે અલાયદો વોર્ડ, ટાસ્ક ફોર્સની પણ રચના

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સયાજી હોસ્પિટલમાં વધુ 10 દર્દી દાખલ, 6 દર્દીનાં ઓપરેશન કરાયાં
  • અત્યાર સુધીમાં SSGમાં નોંધાયેલા 85 દર્દીઓ પૈકી 58 સારવાર હેઠળ

શહેરમાં વધી રહેલા જીવલેણ મ્યુકરમાઇકોસીસના દર્દીઓને પગલે સયાજી હોસ્પિટલમાં અલાયદો વોર્ડ તૈયાર કરાયો છે. વોર્ડ 19માં તેના દર્દીઓને રખાશે. ત્યાં સોમવાર સાંજથી દર્દીઓને શિફ્ટ કરવાનું શરૂ કરાયું હતું. આ રોગના મેનેજમેન્ટ માટે 9 અધિકારીની ટાસ્ક ફોર્સની રચના કરાઈ છે.

કોરોનાની સાથે ફૂગથી થતા મ્યુકરમાઇકોસીસે માથું ઊંચક્યું છે. સયાજી હોસ્પિટલમાં અત્યાર સુધી 85 કેસ નોંધાયા છે. જેમાંથી 58 દર્દી સારવાર લઈ રહ્યા છે. મ્યુકરમાઇકોસીસના દર્દી વધતા સયાજીમાં અલગ વોર્ડ બનાવાયો છે. હાલના ઇએનટી વિભાગમાં આવેલા વોર્ડ 19માં આ દર્દીની સારવાર શરૂ કરાશે. સોમવારે સુપરિન્ટેન્ડેન્ટ ડો. રંજન ઐયરની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં આ નિર્ણય લેવાયો છે. ઓક્સિજનની જરૂર ન હોઈ તેવા દર્દીઓને સાંજથી જ શિફ્ટ કરાશે. જ્યારે વોર્ડમાં ઓક્સિજન પર રહેલા દર્દીઓ માટે ફ્લો મીટર લગાવવાની કામગીરી ચાલી રહી છે. બેઠકમાં મ્યુકરમાઇકોસીસના મેનેજમેન્ટ માટે એક ટાસ્ક ફોર્સની રચના કરાઈ છે.

બીજી તરફ સોમવારે વધુ 10 દર્દી સયાજીમાં દાખલ થયા છે. જેના પગલે દાખલ દર્દીઓની સંખ્યા 58 પર પહોંચી છે. સોમવારે 6 દર્દીનાં ઓપરેશન થયાં હતાં. જેમાં 4 દર્દીના નાકમાંથી ફંગસને દૂર કરાઈ હતી. જ્યારે 2 દર્દીને ફંગસ દૂર કરવા સાથે નાકની હાડકી અને ઇન્ફેક્શનવાળી ચામડી દૂર કરાઈ હતી. જ્યારે 9 દર્દીની બાયોપ્સી લેવાઈ છે, જેને તપાસ માટે મોકલાઈ છે.

ટાસ્ક ફોર્સના સભ્યો
ડો. રૂપલ દોશી, પ્રોફેસર અને વડા, મેડિસિન વિભાગ
ડો. શોએબ શેખ, પ્રોફેસર અને વડા, ડેન્ટલ વિભાગ
ડો. શ્રી લક્ષ્મી હિરયુર, એ. પ્રોફેસર, પેથોલોજી વિભાગ
ડો. જીગ્ના કારીયા, એ. પ્રોફેસર, માઇક્રોબાયોલોજી
ડો.અમય પાટણકર , એ. પ્રોફેસર, ન્યુરોસર્જરી
ડો. રાહુલ ગુપ્તા, એ. પ્રોફેસર, ઇ.એન.ટી વિભાગ
ડો. સ્તુતિ જુનેજા, આસિસ્ટન્ટ પ્રોફેસર, ઓપ્થલ્મિક
ડો. સમીર સેરસીયા, ઓક્યુલોપ્લાસ્ટી સર્જન
ડો. જાગૃતિ ચૌધરી, ઇન્ચાર્જ, મેડિકલ સ્ટોર

અન્ય સમાચારો પણ છે...