પૂર સામે તૈયારી:વિશ્વામિત્રી અને 7 અંડરપાસમાં સેન્સર બેઝ્ડ સિસ્ટમ ફિટ કરાઇ

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પ્રભારી મંત્રી પ્રદીપ પરમારે સમીક્ષા કરી
  • 2500થી વધુ નાગરિકોના આશ્રય સ્થાનો નક્કી કરી દેવાયા

શહેરમાં ભારે વરસાદની આગાહીના પગલે પ્રભારી મંત્રી પ્રદીપભાઇ પરમારે જિલ્લા વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી પૂરની સ્થિતિને પહોંચી વળવા માટે સમીક્ષા બેઠક કરી હતી.જેમાં પાલિકા દ્વારા વિશ્વામિત્રી નદી ઉપરાંત સાત અન્ડરપાસ તથા અન્ય સ્થળોએ સેન્સર બેઝ્ડ સિસ્ટમ મૂકવામાં આવી છે,જેમાં પાણી ભરાતા સેન્સરના કારણે પાલિકાને આ અંગે જાણ થઈ જતા તાત્કાલીક પગલા ભરી શકાશે. આ ઉપરાંત શહેરમાં 2500થી વધુ નાગરિકો રહી શકે એવા આશ્રય સ્થાનો નિયત કર્યા છે.

પૂરની સંભવિત સ્થિતિને પહોંચી વળવા માટે એક એનડીઆરએફની ટીમ ઉપરાંત એસડીઆરએફની ટીમ તૈયાર રાખવામાં આવી છે.પાલિકાના 60 વ્યક્તિની ટીમ તહેનાત કરવામાં આવી છે. 22 ઓબીએમ, 39 બોટ, 108 ફાયર વાહનો, 81 ટ્રી ટ્રિમિંગ અને કટર, 158 લાઇફ જેકેટ જેવા સાધનો તૈયાર રખાયા છે.સ્થળાંતર માટે 20 સિટી બસ સ્ટેન્ડ બાય રખાશે.

37 આરોગ્યકેન્દ્રમાં દવાઓનો સ્ટોક તૈયાર
37 આરોગ્ય કેન્દ્રો ઉપર પૂરતા પ્રમાણમાં દવાઓ સાથે તબીબોને તૈયાર રખાયા છે. સાથે ઝોન દીઠ એક-એક તત્કાલ મેડિકલ ટીમ બનાવી છે. સ્થળાંતરિત વ્યક્તિઓનું આશ્રય સ્થાનો ઉપર મેડિકલ ચેકઅપ કરાશે.

અન્ય સમાચારો પણ છે...