ભાસ્કર એક્સકલૂઝિવ:ફિઝિયોથેરાપીમાં પ્રવેશ કન્ફર્મેશનને નામે પ્રાઇવેટ કોલેજો રૂપિયા ન પડાવે તે માટે સિનિયર્સ મેદાનમાં

વડોદરા16 દિવસ પહેલા
  • કૉપી લિંક
ડો.ગુંજન કાકડીયા, ફાઉન્ડર, ફીઝીયો સેતુ - Divya Bhaskar
ડો.ગુંજન કાકડીયા, ફાઉન્ડર, ફીઝીયો સેતુ
  • ફિઝિયોથેરાપીના વિદ્યાર્થીઓને ફિઝિયો સેતુથી માર્ગદર્શન અપાય છે
  • માહિતી માટે રોજ 40થી 50 કોલ, અત્યાર સુધી 500 વિદ્યાર્થી-વાલીએ માહિતી માગી

વડોદરાના ફીઝયોથેરાપીના વિદ્યાર્થીઓ ગુજરાતભરના નવા વિદ્યાર્થીઓને પ્રવેશ સહિત પ્રક્રિયાઓ માટે ફીઝયો સેતુથી માર્ગદર્શન આપી રહ્યાં છે. પ્રાઇવેટ યુનિવર્સિટી અને કોલેજ તરફથી અપાતી લાલચોથી વિદ્યાર્થીઓ-વાલીઓ દૂર રહે અને પોતાના ફોર્મ જાતે જ ભરે તેનો આગ્રહ કરવા સમજાવવામાં આવે છે. વડોદરા ફીઝયોથેરાપીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને પૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા ફીઝયોથેરાપીમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને પ્રવેશમાં તકલીફ ના પડે તે માટે ફીઝીયો સેતુ નામનો ગાઇડન્સ પ્રોગામ ચલાવાય છે.

મહેક રાણા, ગર્લ્સ હોસ્ટેલ કો-ઓર્ડિનેટર
મહેક રાણા, ગર્લ્સ હોસ્ટેલ કો-ઓર્ડિનેટર

પ્રવેશ પ્રક્રિયાના ફોર્મ સરકારની સાઇટ પરથી ભરવાનો આગ્રહ
મેડિકલ-પેરામેડિકલના તમામ કોર્ષના પ્રવેશ પ્રક્રિયાના ફોર્મ સરકારની સાઇટ પરથી ભરવાનો આગ્રહ કરવા સમજાવાય છે. સરકારી, અર્ધ સરકારી અને પ્રાઇવેટ કોલેજોમાં પ્રવેશ પ્રક્રિયા મેરીટ આધારિત હોય છે. જેથી ચોઇસ ફિલીંગમાં જાતે જ કોલેજની પસંદગી કરવા કહેવાય છે. ફીઝયો સેતુમાં ગુજરાતભરમાંથી વિદ્યાર્થીઓ વાલીઓ ફોન કરી રહ્યા છે. એડમીશન સીવાય હોસ્ટેલ, ખાનગી હોસ્ટેલ તથા પીજી માટે પણ મદદ કરવામાં આવે છે.

વાલીઓને જાતે ફોર્મ ભરવા માટેની સમજણ અપાય છે
ખાનગી કોલેજોમાં પ્રવેશ માટે વાલીઓને જાતે ફોર્મ ભરવા સમજાવાય છે. પ્રવેશના નામે અમુક કોલેજો નાણાં પડાવે છે. માટે વાલીઓને જાગૃત કરાય છે. - ડો.ગુંજન કાકડીયા, ફાઉન્ડર, ફીઝીયો સેતુ

વડોદરામાં રહેવા હોસ્ટેલની વ્યવસ્થા કરી આપીએ છીએ
વડોદરામાં સરકારી ફીઝયોથેરાપી કોલેજની નથી. જેથી MSUની હોસ્ટેલમાં પ્રવેશ લેવો પડે છે. પીજીમાં જયાં સીનીયર હોય ત્યાં વ્યવસ્થા કરીએ છીએ. - મહેક રાણા, ગર્લ્સ હોસ્ટેલ કો-ઓર્ડિનેટર

અન્ય સમાચારો પણ છે...