તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

સર્જનાત્મકતા:વડોદરાના સિનિયર સિટીઝને લોકડાઉનમાં સમય પસાર કરવા વેસ્ટમાંથી બેસ્ટ મોડેલ તૈયાર કર્યાં

વડોદરા6 મહિનો પહેલાલેખક: જીતુ પંડ્યા
સિનિયર સિટીઝન દિપકભાઇ વસંતરાવ ભાવ
  • વેસ્ટ સાવરણી અને પતંગની સળીઓથી વડોદરા રેલવે સ્ટેશન, હાવડા બ્રિજ અને એફિલ ટાવરના મોડેલ બનાવ્યા

સમગ્ર વિશ્વમાં કોરોના વાઈરસ હાહાકાર મચાવી રહ્યો છે. કોરોના વાઈરસના વ્યાપને અટકાવવા માટે લોકડાઉન કરવામાં આવ્યું છે. 30 દિવસ ઉપરાંતના લોકડાઉનમાં અનેક લોકોને સમય પસાર કરવો મુશ્કેલ થઇ ગયો છે, ત્યારે વડોદરા શહેરના સિનિયર સિટીઝને લોકડાઉનમાં સમય પસાર કરવા સાથે કંઇક નવિન ક્રિએટીવિટી કરવાના સંકલ્પ સાથે વેસ્ટ સાવરણી અને પતંગોની સળીઓનો ઉપયોગ કરીને વડોદરા તેમજ દેશ-વિદેશના જાણીતા મોડેલો તૈયાર કર્યાં છે.
લોકડાઉનમાં ક્રિએટીવિટી કરવાનો વિચાર આવ્યો
વડોદરાના લક્ષ્મીપુરા-ગોરવા રોડ ઉપર 66 વર્ષના દિપકભાઇ વસંતરાવ ભાવે પરિવાર સાથે રહે છે. લોકડાઉનના સમયમાં સમય પસાર કરવો મુશ્કેલ બની ગયો હતો. જેથી તઓએ ક્રિએટીવિટી કરવાનો વિચાર આવ્યો હતો. જેથી તેમને ઘરમાં પડી રહેલી જૂની પતંગો અને સાવરણીઓનો ઉપયોગ કરીને વડોદરા તેમજ દેશ-વિદેશના જાણીતા સ્થળોના મોડેલો તૈયાર કર્યાં છે.
વડોદરાના ઐતિહાસિક સ્થળ માંડવીનું મોડેલ બનાવ્યું
દિપકભાઇ ભાવેએ જણાવ્યું હતું કે, કોરોના વાઈરસના સંક્રમણથી બચવા માટે લોકડાઉનનું પાલન કરવું જરૂરી છે. જેમાં પણ ઉંમર લાયક લોકો માટે વાઇરસનો ખતરો વધુ હોય છે, ત્યારે ઘરમાંથી બહાર ન નીકળવું યોગ્ય નથી. જેથી લોકડાઉનના સમયમાં કંટાળાને દૂર કરવા, સમય પસાર કરવા માટે અને કંઇક નવિનતા કરવા માટે મેં મારા ઘરમાં પડેલી જૂની પતંગો અને સાવરણીની લાકડીઓ અને ફેવિકોલનો ઉપયો કરીને વડોદરાના રેલવે સ્ટેશનનું મોડેલ, હાવડા બ્રિજનું મોડેલ, ઓફેલ ટાવરનું મોડલ તૈયાર કર્યું છે. આ ઉપરાંત હાલમાં હું વડોદરાના ઐતિહાસિક માંડવીનું મોડલ બનાવી રહ્યો છે. આ ઉપરાંત સ્ટેશનરીની દુકાનોમાંથી રંગબેરંગી કાગળો લગાવીને ફ્લાવર બનાવ્યા છે. જેમાં ચંપો, જુઇ, જાસુદ, ગુલાબ જેવા વિવિધ પ્રકારના ફૂલો બનાવ્યા છે. અને તે ફૂલો ફ્લાવર પોર્ટમાં મુકી શકાય છે.
લોકડાઉનમાં મળેલા સમયનો સદઉપયોગ કરીને શક્તિનો ઉપયોગ કર્યો
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, લોકડાઉનમાં મળેલા સમયનો સદઉપયોગ કરીને મારામાં રહેલી શક્તિનો ઉપયોગ કર્યો છે. મને આર્ટનો પહેલેથી શોખ હતો. પરંતુ, નોકરીના કારણે સમય મળતો ન હોવાથી મારી આર્ટનો ઉપયોગ કરી શકતો ન હતો. કોરોના વાઇરસના લોકડાઉનથી મને મારી આર્ટને ઉજાગર કરવાનો મોકો મળ્યો છે. વિવિધ મોડલો અને ફૂલો બનાવવા માટે યુ ટ્યૂબ સોશિયલ મીડિયાનો પણ ઉપયોગ કર્યો છે. જ્યારથી લોકડાઉન થયું છે, ત્યારથી આ કામગીરી શરૂ કરી છે. જેમાં મારો સમય ક્યાં પસાર થઇ જાય છે. તેની મને ખબર પડતી નથી.
આ પ્રવૃતિ કાયમ માટે ચાલુ રાખીશ
આ બનાવેલી વસ્તુઓનું શું કરશો? તેવા એક પ્રશ્નના જવાબમાં દિપકભાઇ ભાવેએ જણાવ્યું કે, જે મોડેલો તૈયાર કર્યાં છે. તે વેચાણ કરવા માટે બનાવ્યા નથી. આ મેં મારા શોખ માટે જ બનાવ્યા છે. તે મોડેલોનો શો પીસ તરીકે પણ ઉપયોગ કરી શકાય છે. આ મોડેલ તમે કોઇને ગિફ્ટ પણ કરી શકો છે. આગામી દિવસોમાં આવનાર ગણેશોત્સવમાં ડેકોરેશનમાં પણ તેનો ઉપયોગ કરી શકાશે. ફ્લાવર પણ ઘરના સુશોભન માટે તેમજ કોઇપણ ફેસ્ટીવલમાં ડેકોરેશન માટે ઉપયોગ કરી શકાશે. કોરોના વાઈરસના લોકડાઉને મને નવી એક દિશા આપી છે. કદાચ આ પ્રવૃતિ કાયમ માટે ચાલુ રાખીશ.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે પરિવાર સાથે કોઇ ધાર્મિક સ્થળ પર જવાનો પ્રોગ્રામ બની શકે છે. સાથે જ આરામમાં સમય પસાર થશે. બાળકોને કોઇ ઉપલબ્ધિ મળવાથી ઘરનું વાતાવરણ સારું જળવાશે. નેગેટિવઃ- આળસના કારણે થોડા કામ અધૂરા રહ...

વધુ વાંચો