મ.સ.યુનિ.નું ભગવાકરણ:સેનેટ-સિન્ડિકેટ સભ્યો ભાજપના સદસ્યતા અભિયાનમાં જોતરાયા

વડોદરા3 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • સભ્યોની ગેટ બહાર ફિલ્ડિંગ
 • સભ્ય બનવા વિદ્યાર્થીઓ-અધ્યાપકો પાસે મિસ કોલ કરાવાય છે

એમ.એસ.યુનિવર્સિટીના સેનેટ-સિન્ડિકેટ સભ્યોને પણ ભાજપના સદસ્યતા અભિયાનના ભાગરૂપે કામગીરી સોંપવામાં આવી છે. યુનિવર્સિટીની વિવિધ ફેકલ્ટીના ગેટની બહાર ઉભા રહીને વિદ્યાર્થીઓ અને અધ્યાપકોને ભાજપના સભ્ય બનાવવા માટે મીસ કોલ કરીને સભ્ય બનાવવામાં આવી રહ્યા છે.

શહેર ભાજપ પ્રમુખ ડો.વિજય શાહના આદેશના પગલે યુનિર્સિટીના સેનેટ-સિન્ડિકેટ સભ્યો ને ભાજપના સદસ્યતા અભિયાન માટે કામગીરી સોંપવામાં આવી છે. જેના પગલે અંદરખાને છૂપો રોષ જોવા મળી રહ્યો છે. કેમ્પસમાં સદસ્યતા અભિયાન કરવામાં આવે તો બારે વિવાદ થાય તેમ હોવાથી કેમ્પસના ગેટની બહાર ઉભા રહીને સદસ્યતા અભિયાન ચલાવાઇ રહ્યું છે. અગાઉ 2019માં પણ આ જ પ્રકારે હોસ્ટોલો અને ખાનગી કોચિંગ કલાસીસ પર જઇને વિદ્યાર્થીઓને ભાજપના સભ્ય બનાવવાનું અભિયાન ચલાવવામાં આવ્યું હતું. જોકે આ વખતે ગેટની બહાર અભિયાન ચલાવાય છે.

કોને ક્યાં કામગીરી સોંપાઇ ?

 • આર્ટસ : દિલીપ કટારીયા,દિનેશ યાદવ,શન્નો પાંડે
 • કોમર્સ : કલ્પેશ નાયક, કમલેશ વાલા, વિલાસ દેશમુખ, ઇશાન પુરોહીત, મૃદુલા ત્રીવેદી {મનેજમેન્ટ : જીગ્નેશ જોશી,સુનીતા શર્મા
 • સાયન્સ : હેમલ મહેતા,અતુલ જોશી, રૂપલ શાહ,ચીરાગ શાહ
 • સોશ્યલ વર્ક : કવિતા સંધવ,અર્જુન સોલંકી
 • ફાઇન આર્ટસ : કશ્યપ પરીખ,પ્રફુલ્લ ગોહીલ,બીપીન પટેલ
 • એજયુકેશન સાયકોલોજી : રાયસિંહ દાહીમા,રશ્મીન સોમપુરા, પુશ્પાનંદ
 • ટેકનોલોજી : સુનીલ કહાર,કશ્યપ શાહ,મીતેન પટેલ, સત્યજીત ચોધરી
 • ફાર્મસી : ભાવિક ચોહાણ,હસમુખ વાઘેલા
 • હોમ સાયન્સ : સ્વાતી ધ્રુવ, સ્વાતી પરનામી, અભિલાષા અગ્રવાલ, કોમલ ચોહાણ
 • મેડિસીન : ડો.મીતેશ શાહ,ડો.ભરત મોદી {જર્નાલીઝમ : સરલ પટેલ
 • લો : નમ્રતા લુહાર,રાજુભાઇ પરીખ,અવધૂત સુમન
 • પોલીટેકનીક : એમએશ.ગોખલે,ચેતન સોમાની
 • સંસ્કૃત મહાવિદ્દાલય : જીગ્નેશ સોની {ગર્લ્સ હોસ્ટેલ : હેમલ મહેતા
 • એમ.કે.એમીન પાદરા : મીનીશ શાહ,સુશાન્ત મખ્ખીજાની
 • બોયઝ હોસ્ટેલ : વીલાસ દેશમુખ,હસમુખ વાઘેલા,રાયસીંગ દાહીમા
 • બોયઝ હોસ્ટેલ પોલીટેકનીક : કમલ શાહ,જીગર ઇનામદાર,ગજેન્દ્ર ભટ્ટ,મયંક પટેલ
 • પર્ફોમિંગ : ગાૈરાંગ ભાવસાર, િત્રલોક મહેરા, નિલેષ મોહિતે, િવનોદી પી
અન્ય સમાચારો પણ છે...