તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આત્મવિલોપન કરવાની ચીમકી:જગતપુરાના સગીરની આત્મદાહની ચીમકી

વડોદરા4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • બૂટલેગરના ત્રાસ અંગે મુખ્યમંત્રીને અરજી

વડોદરા તાલુકાના જગતપુરા ગામના સગીર કિશોરે મુખ્યમંત્રીને રજૂઆત કરી બૂટલેગરોના ત્રાસથી આગામી 15મી ડિસેમ્બરે વડોદરા કલેકટર કચેરીમાં આત્મવિલોપન કરવાની ચીમકી આપી હતી.કિશોરે રજૂઆતમાં આરોપ લગાવ્યો હતો કે ત્રણ વર્ષ પહેલા મોબાઇલ ફોન આપવાના નામે બૂટલેગરે તેને માર માર્યા બાદ ગામ છોડાવી દીધું હતું અને ત્યારથી તે પરિવારથી અલગ રહે છે અને આ બૂટલેગર અવારનવાર તેને માર મારી ધમકી આપતો રહે છે.

જગતપુરામાં તેમના માતા-પિતા સહિત પરિવાર રહે છે 16 વર્ષના કિશોરે જણાવ્યું હતું કે 3 વર્ષ પહેલા ગામના નરેન્દ્ર મગન ગોહિલે તેમને એક મોબાઇલ ફોન ગામના બૂટલેગર ઉપેન્દ્રસિંહ પ્રવિણસિંહ ગોહિલને આપવા જણાવ્યું હતું તે વખતે ઉપેન્દ્ર ગોહિલ ઘેર ન હોવાથી તેની પત્નીને ફોન આપ્યો હતો જેથી ઉપેન્દ્ર ગોહિલે લાકડી વડે કિશોરને મારીને જણાવ્યું હતું કે મારો દારૂનો ધંધો ચાલે છે અને મોબાઇલમાં ઘણા ખાનગી નંબર હોય છે તેમોબાઇલ પત્નીને કેમ આપ્યો કહી માર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો