તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શિક્ષણ:પાદરા કોલેજમાં સેલ્ફ ફાઇનાન્સ બીકોમ વોકેશનલ કોર્સ શરૂ થશે

વડોદરા10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સ્કીલ ડેવલોપમેન્ટ પર વધુ ધ્યાન આપવામાં આવશે
  • 180 બેઠકો સાથે કોર્સની ફી15 હજાર રખાય તેવી શક્યતા

નવી શિક્ષણ નીતીમાં સ્કીલ ડેવલોપમેન્ટ પર સાૈથી વધુ ભાર મુકવામાં અાવ્યો છે ત્યારે પાદરા કોલેજમાં બીકોમ વોકેશનલ કોર્સ શરૂ કરવાનો નિર્ણય લેવાયો છે. અા નવા કોર્સમાં 180 બેઠકો રખાશે અને તે સેલ્ફ ફાયનાન્સ કોર્સ હશે.

અભ્યાસ પુરો કર્યા બાદ વિદ્યાર્થીઅો પાસે પ્રેક્ટીકલ નોલેજ ન હોવાના કારણે તેમને નોકરી મેળવવામાં ઘણી તકલીફોનો સામનો કરવો પડે છે ત્યારે જો બીકોમ વોકેશનલ કોર્સ વિદ્યાર્થીઅોઅે કર્યો હોય તો તેમને વ્યવસાય લક્ષી શિક્ષણ મળી રહે અને પ્રાક્ટીકલ અનુભવ પણ મળે તો તેઅો વધુ સરળતાથી નોકરી પ્રાપ્ત કરી શકે તેમ છે. અા બાબતને ધ્યાનમાં રાખી યુનિ.અે પાદરા કોલેજમાં 180 બેઠકો સાથે સેલ્ફ ફાયનાન્સ બીકોમ વોકેશનલ કોર્સ શરૂ કરવાનો નિર્ણય લીધો છે.

વોકેશનલ કોર્સમાં 180 બેઠકો રહશે અને અા કોર્સ સેલ્ફ ફાયનાન્સ હશે તેની ફી અંદાજે રૂા.15000ની અાસપાસ રાખવા માટેની પણ વિચારણા હાથ ધરાઇ છે. અા કોર્સમાં અેડમીશન લેનાર વિદ્યાર્થીઅોને પ્રેક્ટીકલ નોલેજ મળી શકે તેના પર વધુ ભાર મુકા્યો છે અને તેના કારણે જ્યારે તેઅો નોકરી મેળવવા માટે જાય ત્યારે વિદ્યાર્થીઅોને વધુ સરળતા રહેશે.

કમિટીમાં અેક્સપર્ટનો સમાવેશ કરાયો
વોકેશનલ કોર્સનો અભ્યાસક્રમ શુ રહેશે ? તે બાબતે અેક કમીટીની રચના કરવામાં અાવી છે અા કમીટીમાં કોમર્સ ક્ષેત્રના બહારના અેક્સપર્ટને પણ સમાવવામાં અાવ્યાં છે. અભ્યાસ ક્રમમાં રિટેઇલ સેક્ટર કેવી રીતે કામ કરે છે ? ડેટા અેનાલિસિસ કેવી રીતે થાય ? તે સહિતની બાબતનો સમાવેશ કરવામાં અાવશે અને પ્રેક્ટીકલ નોલેજના કારણે વિદ્યાર્થીઅો માટે અેક નવી અોપોરચ્યુનિટી સર્જાય તે પ્રકારનો અભ્યાસ ક્રમ નક્કિ થાય તેવા પ્રયાસો કરવામાં અાવી રહ્યાં છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો