વડોદરાના સમાચાર:MSUના આસિસ્ટન્ટ પ્રોફેસરની જાપાનની યુનિવર્સિટીમાં વિઝિટિંગ ફેલો તરીકે પસંદગી

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ડૉ. રાજેશ ભરવાડ. - Divya Bhaskar
ડૉ. રાજેશ ભરવાડ.

વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીની આર્ટ્સ ફેકલ્ટીના આસિસ્ટન્ટ પ્રોફેસરની જાપાનની યુનિવર્સિટી ઓફ હ્યોગોમાં વિઝિટિંગ ફેલો તરીકે પસંદગી કરવામાં આવી છે. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડાના ઇન્ટરનેશનલ અફેર્સ ઑફિસ દ્વારા જણાવવામાં આવ્યા અનુસાર આર્ટસ ફેકલ્ટીના અંગ્રેજી ડિપાર્ટમેન્ટના આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉ. રાજેશ ભરવાડની સ્કૂલ ઑફ ઇકોનોમિક્સ એન્ડ મેનેજમેન્ટ, યુનિવર્સિટી ઓફ હ્યોગો, કોબે, જાપાન દ્વારા વિઝિટિંગ ફેલો તરીકે પસંદ કરવામાં આવી છે.

આ ફેલોશિપ HORN પ્રોજેક્ટ, હ્યોગો ભૂકંપ સ્મારક 21મી સદી સંશોધન સંસ્થા (રાઉન્ડ ટ્રીપ એરફેર અને 387600 યેન) દ્વારા સ્પોન્સર કરવામાં આવી છે. વિઝીટનો સમયગાળો 15 જુલાઇ થી 17 સપ્ટેમ્બર, 2022 નો રહેશે. આ ફેલોશિપ એમ.એસ. યુનિવર્સિટીના ઇન્ટરનેશનલ અફેર્સ ઓફિસ અને હ્યોગો યુનિવર્સિટી, કોબે, જાપાન વચ્ચે 2019માં થયેલા મેમોરેન્ડમ ઑફ અન્ડરસ્ટેન્ડિંગ (MOU)હેઠળ મળી છે.

ડૉ. ભરવાડ આર્થિક સિદ્ધાંતો, પર્યાવરણીય માનવતા અને NEP-2020 પર કેન્દ્રિત ઇંટર ડીસીપ્લીનરી વિષય "સમકાલીન મેજિક રીઅલ નવલકથાઓમાં પર્યાવરણીય અર્થશાસ્ત્ર" પર સંશોધન કરશે. તેમને યજમાન યુનિવર્સિટીમાં ઇંગ્લિશ લેંગ્વેજ સ્કિલ્સ શીખવવા માટે પણ આમંત્રણ આપવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે આ ફેલોશિપ તેના પ્રકારની પ્રથમ ફેલોશીપ છે કે જેમાં બરોડાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની ઑફિસ ઑફ ઇન્ટરનેશનલ અફેર્સ સતત દ્રઢતા દ્વારા યુનિવર્સિટીના ફેકલ્ટી મેમ્બરને આંતરરાષ્ટ્રીય તક આપી રહી છે.

પ્રો. વનિષા નામ્બિયાર, ડેપ્યુટી ડાયરેક્ટર, ઇન્ટરનેશનલ અફેર્સ ઓફિસ કે જેમણે તાજેતરમાં યુનિવર્સિટી ઓફ હ્યોગો, જાપાનની મુલાકાત લીધી હતી, તેઓ મુજબ “આ OIA ની મહત્વની સિદ્ધિઓમાંની એક છે, જે વિદ્વાનોને આંતરરાષ્ટ્રીય તક આપશે અને MSUના પદચિહ્નોને વૈશ્વિક સ્તરે વધારશે..”

અંગ્રેજી ડિપાર્ટમેન્ટના હેડ પ્રો. હિતેશ રાવિયાએ કહ્યું હતું કે, આટલી પ્રતિષ્ઠિત ફેલોશિપ ડૉ. રાજેશ ભરવાડને એનાયત કરવામાં આવી છે જે અંગ્રેજી વિભાગ માટે આ ખૂબ જ ગર્વની વાત છે. આ ફેલોશિપ તેમને વિદેશમાં સહકાર્યકરો સાથે વ્યવસાયિક અનુભવ, કુશળતા અને શૈક્ષણિક અભ્યાસક્રમ શેર કરવાની તક આપશે.