વિવાદ:કાઉન્સિલરના ભાઇનો જીગ્નેશ મેવાણી સાથેનો ફોટો મૂકતાં ડખો

વડોદરા16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મહિલા મોરચાના ગ્રૂપમાં સુનિતા શુકલાની પોસ્ટ

વોર્ડ નંબર 10ના મહિલા કાઉન્સિલર લીલીબેન મકવાણાના ભાઇનો જીગ્નેશ મેવાણી સાથેનો ફોટો ભાજપના વોર્ડ નંબર 10ના મહિલાઓના ગ્રુપમાં પૂર્વ કાઉન્સીલર સુનીતા બેન શુકલાએ મૂકયા હતા. જેના પગલે વિવાદ થયો છે. કોર્પોરેશનની ચૂંટણીમાં વોર્ડ નંબર 10ના પૂર્વ કાઉન્સીલર અને કિશાન મોરચાના પૂર્વ પ્રમુખ સામે કોંગ્રેસને સાથ આપ્યો હોવાના આક્ષેપો વર્તમાન કાઉન્સીલરે કર્યા હતા. જેના વળતા જવાબમાં પૂર્વ કાઉન્સીલરે વર્તમાન મહિલા કાઉન્સીલરના ભાઇના જીગ્નેશ મેવાણી સાથેના ફોટા મૂકયા હતા.

આ અંગે સુનિતા શુકલાએ જણાવ્યું હતું કે મારી અને વંસત ભાઇ સામે કોંગ્રેસને સાથ આપવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા. જીગ્નેશ મેવાણી સાથેના ફોટા મૂકી તેમને આઇનો બતાવ્યો છે. જયારે કાઉન્સીલર લીલાબેન મકવાણાએ કહ્યું હતું કે મારા ભાઇને રાજકારણ સાથે કોઇ લેવા દેવા નથી.

અન્ય સમાચારો પણ છે...