શહેરના જૂના પાદરા રોડ વિસ્તારમાં એક સોસાયટીમાં રમવા આવતી 8 વર્ષની બાળકી સાથે અશ્લીલ હરકત કરનાર સિકયુરીટી જવાન સીતાબ પઠાણ સામે તાલુકા પોલીસે ગુનો નોંધી પોસ્કો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી અટક કરી છે. પોલીસ મુજબ આઠ વર્ષની બાળકી બપોર અને સાંજે ઘર નજીક અન્ય બાળકો સાથે રમવા જતી હતી.
8 વર્ષની બાળાએ માતાને જણાવ્યું હતું કે ‘સિકયુરીટી ગાર્ડ વાળા સીતાબ પઠાણ કાકા પાંચ-છ દિવસથી છેડતી અને અશ્લીલ હરકત કરે છે. મારા શરીર પર ગમે ત્યાં સ્પર્શ કરે છે. માતાએ પતિને જાણ કરી કરતાં તેમણે તાલુકા પોલીસ મથકે ફરિયાદ કરી હતી. જેને આધારે તાલુકા પોલીસે આરોપી સીતાબ પઠાણ (રે.પાદરા)ની અટક કરી ઇન્વેસ્ટીગેશન યુનિટ ક્રાઈમ અગેઇન્સ્ટ વુમનના પીઆઈ ડી.જી.તડવીને સોંપાઈ છે.
સોસાયટીના રહીશોએ સહકાર ન આપ્યો
બાળા સાથે છેડતીના બનાવ બન્યા બાદ હોબાળો થયો હતો. બાળાના પિતાએ સોસાયટીના હોદેદારો સાથે બેઠક કરી હતી અને સિકયુરીટી જવાન સિતાબ પઠાણને કાઢી મુકવા માટે રજૂઆત કરી હતી. પરંતુ સોસાયટીના હોદેદારોએ આ બાબતે કોઈ સહકાર આપ્યો ન હતો. સિકયુરીટી જવાનની પત્ની પણ નજીકના બંગલામાં જ કામ કરે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.