વડોદરા:જરૂરિયાતમંદ વકીલોને મદદ કરવાના મુદ્દે બાર એસો.ના સેક્રેટરીએ વકીલને ગાળો બોલીને ધમકી આપી, પોલીસ ફરિયાદ નોંધાઇ

વડોદરાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
વારસીયા પોલીસ સ્ટેશનની ફાઇલ તસવીર - Divya Bhaskar
વારસીયા પોલીસ સ્ટેશનની ફાઇલ તસવીર
  • બરોડા બાર એસોસિયેશનના પ્રમુખે જરૂરિયાતમંદ વકીલોને 15 લાખ રૂપિયાની સહાયની વાત કરી હતી
  • બાર એસોસિયેશનના કેટલાક હોદ્દેદારો વચ્ચે વકીલોને મદદ કરવા મામલે ચર્ચા થઇ હતી
  • જરૂરીયાતમંદ વકીલોને મદદ કરવાનો બ્રોડકાસ્ટ મેસેજ કરતા બાર એસો.ના સેક્રેટરી ભડક્યા

કોરોનાના સમયમાં જરૂરિયાતમંદ વકીલોને આર્થિક સહાય કરવાની બરોડા બાર એસોસિયેશનના પ્રમુખની જાહેરાતના મામલે વોટ્સએપ મેસેજ કરનાર વકીલને બાર એસોસિયેશનના સેક્રેટરીએ ફોન પર ગાળો બોલીને ધમકીઓ આપી હતી. આ મામલે વકીલે વારસિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

જરૂરિયાતમંદ વકીલોને 15 લાખ રૂપિયાની મદદ માટે ચર્ચા થઇ
વડોદરા કોર્ટના વકીલ કુલીન કનુભાઇ શિકલીગરે પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે, ગત 2 જુલાઇ 2020ના રોજ નવી ન્યાયમંદિર કોર્ટના ગેટ ખાતે વકીલો અને બાર એસોસિયેશનના કેટલાક હોદ્દેદારો ચર્ચા કરતા હતાં. જેમાં બાર એસોસિયેશનના સેક્રેટરી રીતેશ ઠક્કર બોલ્યા હતાં કે, વકીલ મંડળના પ્રમુખ હસમુખ ભટ્ટ કોરોનાને કારણે કોર્ટ બંધ રહી હોવાથી જરૂરિયાતમંદ વકીલોને મદદ કરવા 15 લાખ રૂપિયા આપવા તૈયારી બતાવે છે. કોઇક વકીલે તો એમ પણ કહ્યું હતું કે, જો પ્રમુખ જરૂરીયાતમંદ જુનિયર વકીલોને રૂ. 15 લાખની મદદ કરવા માગતા હોય તો રાહ કોની જુઓ છો? જરૂરિયાતવાળા વકીલોને આર્થિક સહાય કરવાનું શરૂ કરી દોને.

વકીલોને મદદ અંગેનો મેસેજ કરતા રીતેશ ઠક્કરે ખોટો દુષ્પ્રચારના કરશો તેવો મેસેજ કર્યો
આ ચર્ચાના અનુસંધાને સાંજના સમયે કુલીન શિકલીગરે પોતાના વોટ્સએપના બ્રોડકાસ્ટ લિસ્ટ દ્વારા મેસેજ કર્યો હતો. જેમાં કોર્ટના દરવાજે થયેલી ચર્ચા બાબતની વિગતો લખી હતી. જોકે સામે બાર એસોસિયેશનના સેક્રેટરી રીતેશ ઠક્કરે ખોટો દુષ્પ્રચાર ના કરશો તેવો મેસેજ કર્યો હતો.

બાર એસોસિયેશનના સેક્રેટરીએ વકીલ પર અપશબ્દોનો મારો ચલાવ્યો
2 જુલાઈના રોજ રાત્રે 9:45 વાગ્યાની આસપાસ રીતેષ ઠક્કર અને કુલીન શિકલીગરની ફોન પર વાત થઇ હતી, જેમાં રીતેષ ઠક્કરે ખુબ ગુસ્સાથી વકીલ ઉપર અપશબ્દોનો મારો ચલાવ્યો હતો. તેમજ ઘરમાંથી બહાર કાઢીને મારીને ફેંકી દઇશ જેવી ખુલ્લી ધમકી આપી ડરાવવા લાગ્યા હતાં. વકીલ કુલીન શિકલીગરે વારસિયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...