તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
શુક્રવારે વિશ્વામિત્રી નદીના પાણી લાલ થયાનાત્રીજા દિવસે વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં જીપીસીબીએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ટેન્કરો દ્વારા પાંચ દિવસ અગાઉ પાણી ઠલવાયું હોવાનું જીપીસીબીની તપાસ ટીમને ગ્રામજનોએ જણાવ્યું હતું. અગાઉ ડિસેમ્બર માસમાં વડસર પાસેથી જલદ એસિડ ઠલવાતો હોવાની માંજલપુરમાં ફરિયાદ નોંધાઇ હતી.
આ વિશે જીપીસીબીના પ્રાદેશિક અધિકારી આરબી ત્રિવેદીએ જણાવ્યું હતું કે, ‘આ પાણી વિશ્વામિત્રીમાં નહીં પણ સૂર્યાનદીમાં ઠલવાયું હતું. વિરોદ પાસે જ્યાં સૂર્યા નદી વિશ્વામિત્રીને મળે છે ત્યાંથી તે પાણી લાલ થયું હતું.’ જીપીસીબીએ પ્રદુષણનું મૂળ શોધવા માટે ખાસી જહેમત ઉપાડી હતી અને કિલોમીટરો સુધી લાલ પાણીની તપાસ હાથ ધરી હતી. જીપીસીબીના અધિકારીના કહેવા મુજબ આ પાણી કેમિકલયુક્ત હતું પણ તેમાં કયા કેમિકલ વધુ છે તે જાણી શકાયું નથી. કારણ કે પાંચેક દિવસમાં પાણી ખૂબ ડાઇલ્યુટ થઇ ગયું હતું. ઉલ્લેખનીય છે કે, જ્યાં કેમિકલ ઠલવાયું હતું તે જગ્યાએ અગાઉ ડાહ્યાભાઇ પટેલ નામની વ્યક્તિનો એક હોટમિક્સ પ્લાન્ટ હતો. જોકે તેમણે આ જગ્યા 6 વર્ષ અગાઉ જ બંધ કરી દીધી છે.
મૂળ શોધી કઢાય છે પણ પ્રદૂષણ કરનારા મળતા નથી
જીપીસીબી પ્રદુષણનું મૂળ શોધી કાઢે છે પણ આ પ્રદુષણ કરનારાઓ કોણ છે ? તે શોધવામાં નિષ્ફળ જ ગયું છે. પોલીસ વિભાગ પર જવાબદારી ઢોળવામાં આવે છે. અગાઉ માણેજાના પ્રદુષણનો મામલો હોય કે, મીની નદીના પ્રદુષણનો કિસ્સો કે મહી નદીના ફીણવાળા પાણીના કિસ્સામાં તો બે મહિનાથી જીપીબીસી તેનું મૂળ જ શોધી રહી છે. જોકે હાલમાં જીપીસીબી અત્યંત મર્યાદિત મહેકમમાં ચાલે છે. સરકાર ખાલી પોસ્ટ ભરતી નથી અને જે સ્ટાફ હોય છે તેમને પણ ચૂંટણીને કામગીરી સોંપાય છે આ સ્થિતિમાં મુખ્ય કામગીરી અટવાય છે.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.