ટ્રેનો શરૂ:વડોદરા આવનારી ટ્રેનોમાં વેઇટિંગને બદલે સીટો ખાલી

વડોદરા3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • 1 જૂનથી ટ્રેનોની સુવિધા શરૂ કરાશે

વડોદરાથી શ્રમિક ટ્રેન દ્વારા 59,000 શ્રમજીવીઓ વતન ગયા છે ત્યારે ત્યારે એક જૂનથી ફરી શરૂ થતાં રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને દિલ્હીની ટ્રેનમાં વડોદરા આવવા માટેની સીટો ખાલી પડી છે. વડોદરાથી 41 ટ્રેન અને બસ દ્વારા શ્રમજીવીઓ પરત ગયા છે. સ્પેશિયલ ટ્રેન દ્વારા અટવાયેલા લોકો પણ જઈ રહ્યા છે ત્યારે 1 જૂનથી વડોદરા રેલવે સ્ટેશન પર આવનાર 30 ટ્રેનમાં વડોદરા આવવા માટે કોઈ તૈયાર નથી તેમ જણાય છે. સામાન્ય રીતે સંપર્ક ક્રાંતિ ગોલ્ડન ટેમ્પલ જયપુર મુંબઈ જેવી ટ્રેનોમાં વેઇટિંગ જોવા મળતું હોય છે ત્યારે આગામી સમયમાં ટ્રેનો ખાલી આવશે. હવે રેલવે દ્વારા 4 મહિના સુધીનું બુકિંગ કરાશે.

વડોદરા આવતી ટ્રેનોની સ્થિતિ
}    જયપુર મુંબઈ    4 જૂનથી    39 ખાલી 
}    નવી દિલ્હી તિરુવનંતપુરમ્    2 જૂનથી    120 સીટ ખાલી
}    નવી દિલ્હી મુંબઈ સેન્ટ્રલ    4 જૂનથી    99 ખાલી
}    અમૃતસર મુંબઈ    4 જૂનથી    50 સીટ ખાલી
}    ગુજરાત સંપર્ક ક્રાંતિ    4 જૂનથી    664 ખાલી
}    અમૃતસર મુંબઈ    7 જૂનથી    134 સીટ ખાલી
}    મુજફ્ફરપુર બાંદ્રા    11 જૂનથી    138 ખાલી
}    ગોરખપુર અમદાવાદ    4 જૂનથી    825 ખાલી

અન્ય સમાચારો પણ છે...