તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • Seasonal Epidemics In The Cold Will Increase The Transmission Of Corona Virus, The Only Option To Avoid The Mask When Not Vaccinated

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વડોદરાના તબીબોનું મંતવ્ય:ઠંડીમાં ઋતુજન્ય રોગચાળો કોરોના વાઈરસનું સંક્રમણ વધારશે, વેક્સિકન નથી ત્યારે માસ્ક જ બચવા માટેનો એકમાત્ર વિકલ્પ

વડોદરા6 દિવસ પહેલા
  • કૉપી લિંક
વડોદરામાં ઠંડીની સિઝનમાં કોરોનાના દર્દીઓ વધશે તેવો તબીબોનો મત
  • જેમ જેમ ઠંડી વધશે તેમ તેમ કોરોનાના દર્દીઓની સંખ્યા વધશે તેવી શક્યતા

કોરોના મહામારી હાલ વિશ્વભરમાં હાહાકાર મચાવી રહી છે. ગુજરાતમાં પણ કોરોનાના એક્ટિવ કેસોમાં વધારો થઇ રહ્યો છે, ત્યારે હવે પ્રવર્તમાન શિયાળાની ઋતુમાં કોરોના વાઈરસ માથું ઉંચકશે, તેવું નિષ્ણાત તબીબોનું માનવું છે. વડોદરાના જાણીતા તબીબ અને ગોત્રી હોસ્પિટલના નોડેલ ઓફિસર ડો. શિતલ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે, ઠંડીમાં શરદી, ખાંસી જેવા ઋતુજન્ય રોગચાળો સામાન્ય હોય છે, પરંતુ, રોગચાળો અને વાઈરસ ઠંડીમાં વધુ સ્પ્રેડ થતો હોવાથી તે કોરોનામાં રૂપાંતરીત થઇ જતો હોય છે.

દિવાળી બાદ ઠંડીમાં હવે કોરોના સંક્રમણમાં વધારો થશેઃ ડો. શિતલ મિસ્ત્રી
વડોદરા શહેરની ગોત્રી હોસ્પિટલમાં કોરોનાની શરૂઆતથી નોડેલ ઓફિસર તરીકે સેવા આપી રહેલા ડો. શિતલ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે, વડોદરામાં હજી પણ સરેરાશ 100થી 150 કોરોનાના કેસો આવી રહ્યા છે. દિવાળી બાદ 200 જેટલા કેસો આવી રહ્યા છે. જેમ ઠંડીમાં વધારો થશે તેમ કેસોમાં વધારો થશે. ત્યારે લોકો માટે એક માત્ર રસ્તો સાવચેતી રાખવાનો છે. સરકારી તંત્ર કોરોનાની કોઇપણ સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા માટે સજ્જ છે, પરંતુ, લોકોને હોસ્પિટલમાં દાખલ થવું ન પડે તે માટે તેઓએ પણ તકેદારી રાખવી જરૂરી છે.

ઠંડીની સિઝનમાં લોકો માસ્ક પહેરીને કોરોનાનો સામનો કરી શકે છે
વધુમાં જણાવ્યું કે, વડોદરામાં કોરોના સંક્રમિત દર્દીઓનો મૃત્યું આંક ઓછો છે, પરંતુ, અન્ય શહેરોમાં કોરોનાગ્રસ્ત લોકોના મૃત્યુમાં વધારો થઇ રહ્યા છે. આવી જ સ્થિતિ ગુજરાતના વિવિધ શહેરોમાં છે. છેલ્લા ચાર દિવસની વાત કરવામાં આવે તો ગુજરાતમાં કોરોનાના દર્દીઓમાં નોંધપાત્ર વધારો છે. જે ચિંતાજનક બાબત છે. જેમ ઠંડી વધશે તેમ કોરોનાના દર્દીઓ વધશે. તેવી શક્યતાઓને નકારી શકાય તેમ નથી, ત્યારે આ સ્થિતિમાં લોકોએ હજી પણ જ્યાં સુધી કોરોનાની વેક્સિન ન શોધાય ત્યાં સુધી માસ્કને વેક્સિન માનીને તેનો ઉપયોગ કરવો હિતાવહ છે. તેની સાથે સોશિયલ ડિસ્ટન્સ સહિત કોવિડ-19 માટે બહાર પાડવામાં આવેલી તમામ ગાઇડલાઇનનું ચુસ્ત પાલન કરવું જોઇએ.

ગોત્રી હોસ્પિટલના નોડેલ ઓફિસર ડો. શિતલ મિસ્ત્રી
ગોત્રી હોસ્પિટલના નોડેલ ઓફિસર ડો. શિતલ મિસ્ત્રી

લોકોએ હવે જાગૃત થવાની જરૂર છે નહીં તો ફરી પરિસ્થિતિ ખરાબ થશે
તેમણે કોરોના અંગે ચિંતા કરતા જણાવ્યું હતું કે, તાજેતરમાં દિવાળીની બજારોમાં જે ભીડ જોવા મળી હતી. તે આવનારા દિવસોમાં ચિંતાજનક પુરવાર થશે. અમદાવાદ, સુરત, રાજકોટ જેવા શહેરોમાં વડોદરા કરતા કોરોનાના કેસોમાં વધારો થઇ રહ્યો છે. વડોદરામાં કોરોનાના કેસો વધે નહીં તે માટે વડોદરાના લોકોએ જ જાગૃત થઇ જવાની જરૂરીયાત છે. કોવિડ-19નું ચુસ્તપણે અમલ કરવાની જરૂર છે. જો લોકો જાગૃત નહીં થાય તો વડોદરામાં પુનઃ કોરોનાની સ્થિતિ વણશે તેવી શક્યતાઓને નકારી શકાય નહીં.

દિવાળી બાદ કોરોનાના દર્દીઓમાં નહીંવત વધારો થયો
સયાજી હોસ્પિટલના કોવિડ કેર સેન્ટરના નોડેલ ઓફિસર ડો. ઓ.બી. બેલીમે જણાવ્યું હતું કે, વડોદરામાં છેલ્લા ચાર-પાંચ દિવસથી કોરોનાનું સંક્રમણ વધ્યું છે. તેમ છતાં, વડોદરામાં કોરોનાની સ્થિતિ નિયંત્રણ હેઠળ છે. દિવાળી બાદ કોરોનાના દર્દીઓમાં નહીંવત વધારો થયો છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- ઘર-પરિવારને લગતાં કાર્યોમાં વ્યસ્ત રહેશો. તમે તમારી બુદ્ધિ દ્વારા મહત્ત્વપૂર્ણ કાર્યો પૂર્ણ કરવામાં સક્ષમ પણ રહેશો. આધ્યાત્મિક તથા જ્ઞાનવર્ધક સાહિત્યોને વાંચવામાં પણ સમય પસાર થશે. નેગેટિવ...

વધુ વાંચો