તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિવાદ:માધવ યુનિવર્સીટીના પ્રોફેસરનું લોકેશન શોધવા ધમપછાડા

વડોદરા4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • બીજા માર્કશીટ કાૈભાંડના સૂત્રધારની શોધખોળ

નવાપુરા પોલીસ બોગસ માર્કશીટ કૌભાંડમાં કોલ ડિટેઈલના આધારે મુખ્ય સુત્રધાર અને આબુની માધવ યુનિવર્સીટીમાં આસિસ્ટન્ટ પ્રોફેસર અવધેશ દિક્ષીતને ઝડપી લેવા માટે તજવીજ હાથ ધરી છે. જોકે પોલીસને આરોપીના ફોનનું છેલ્લું લોકેશન માધવ યુનિવર્સીટીનું જ મળ્યું હતું. જ્યારે આરોપીએ યુનિવર્સીટીના રજીસ્ટ્રારએ એકાએક રાજીનામું કેમ આપવું પડી રહ્યું છે,તેના કારણ વિશે પૂછતા આરોપીએ કોઈ કારણ આપ્યા વગર જ ફક્ત રાજીનામું આપી ઝડપથી કોલેજમાંથી નિકળી ગયો હતો. ઉલ્લેખનિય છે કે, અવધેશે 9 નવેમ્બર 2020ના રોજ કોલેજમાંથી રાજીનામું આપી દીધું હોવાનું પોલીસને જણાવ્યું હતું.જ્યારે આરોપી જયપુરનો રહેવાસી હોવાનું બહાર આવ્યું છે. તો બીજી તરફ પીસીબી દ્વારા બોગસ માર્કશીટ કૌભાંડમાં ઉદેપુર થી ઝડપાયેલો માસ્ટર માઈન્ડ સુખપાલસિંગ વાલાની તેમજ અવધેશ દિક્ષીત વચ્ચે શું કનેક્શન છે તે અંગે તપાસ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો