કાર્યવાહી:15 દિવસમાં દારૂનાં 3 ગોડાઉન પકડાતાં ઈન્ડસ્ટ્રિયલ પાર્ક સહિત 150 સ્થળે સર્ચ

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • આમલિયારા પાસે ટ્રકમાં કાપડની ઓથે લઇ જવાતો 1.82 લાખનો દારૂ જપ્ત
  • ગોડાઉનની મોડસ ઓપરેન્ડી પકડાયા બાદ અંતે પોલીસ જાગી

વડોદરા જિલ્લામાં 15 દિવસના ગાળામાં 3 ઈન્ડસ્ટ્રીયલ પાર્કના 3 ગોડાઉનમાંથી દારૂનો વિશાળ જથ્થો પકડાયા કર્યા બાદ જિલ્લા પોલીસ આખરે એક્શનમાં આવીને વિવિધ ઈન્ડસ્ટ્રીયલ પાર્ક અને 150 થી વધુ ગોડાઉનોમાં સર્ચ ઓપરેશન કરી દારૂનો જથ્થો છુપાડવામાં આવી છે કે કેમ તે મુદ્દા પર તપાસ કરાઇ રહી છે. ગોડાઉનો અને આત્મીય અને શાહ ઈન્ડસ્ટ્રીયલ પાર્કમાંથી પોલીસે તાજેતરમાંથી દારૂનો વિશાળ જથ્થો કબજે કર્યો હતો.

જેથી જિલ્લામાં આવેલા વિવિધ ઈન્ડસ્ટ્રીયલ પાર્કના 150 થી વધુ ગોડાઉનમાં પોલીસે 10 દિવસનું સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. દરેક ગોડાઉનમાં જઈને પોલીસ દારૂ સહિત શંકાસ્પદ ચીજોનો જથ્થો રખાયો છે કે કેમ તે સહિતના મુદ્દાઓની તપાસ શરૂ કરી છે. બીજી તરફ તાલુકા પોલીસે બાતમીના આધારે આમલીયારા ગામ પાસે વોચ ગોઠવીને હાલોલ તરફથી આવતી ટ્રકને આંતરતા ક્લિનર કૂદીને ભાગી ગયો હતો.

પોલીસે ટ ટ્રક ચાલક માંગીલાલ નંદલાલ માલી (રહે-રાજસ્થાન)ને ઝડપીને ટ્રકમાં કાપડના પાર્સલો નીચેથી પોલીસને દારૂની 38 પેટી કિંમત રૂા.1.82 લાખની મળી હતી.પોલીસે ટ્રક ચાલકની પૂછપરછ કરતા ટ્રકનો ક્લિનર કૈલાશ મહાવીર વૈષ્ણવે આ દારૂનો જથ્થો કાંકરોલી ખાતેથી ભર્યો હોવાનું બહાર આવ્યું હતું. જ્યારે આ જથ્થો કૈલાશના વડોદરા ખાતેના ઓળખીતા બૂટલેગરને આપવાનો હોવાનું જાણવા મળ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...