તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શોધખોળ:જીમીલને ડ્રગ્સ આપનાર વસીમ બલોચની શોધખોળ

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ડ્રગ્સ કેસમાં જીમીલ પટેલને 1 દિવસના રિમાન્ડ
  • જીમીલ સામે હત્યા સહિત 4 ગુના નોંધાયેલા છે

શહેરની ગોલ્ડન ચોડકી પાસે હોન્ડા ઝેડએકસ કારમાં 0.66 ગ્રામના મેથેમફેટામાઇનના જથ્થા સાથે ગાંધીનગર સીઆઇડી ક્રાઇમની નાર્કોટીકસ સેલની ટીમે જીમીલ જયેશ પટેલને ઝડપી લઇ અદાલતમાં રજુ કરી 1 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. પોલીસે જણાવ્યું હતું કે જીમીલ સામે પોલીસમાં 2015થી ચાર ગુના નોંધાયેલા છે જેમાં હત્યા અને હત્યાની કોશિશ સહિતના ગુનાનો સમાવેશ થાય છે. તેને એક વખત પાસા હેઠળ પણ ધકેલાયો હતો.

ગાંધીનગર સીઆઇડી ક્રાઇમની નાર્કોટીકસ સેલની ટીમે બાતમીના આધારે ગોલ્ડન ચોકડી પાસે વોચ ગોઠવી કાર લઇને જઇ રહેલા જીમીલ જયેશ પટેલ (રહે, રાજલક્ષ્મી સોસા. જુના પાદરા રોડ)ને ઝડપી લઇ તેની તલાશી લેતાં તેના પેન્ટના ખીસ્સામાંથી નાની પ્લાસ્ટીકની કોથળી મળી હતી જેમાં એમડી પદાર્થ હોવાનું તેણે જણાવ્યું હતું. પોલીસે એમડી પદાર્થનું વજન કરતાં 0.66 ગ્રામ (કિંમત 1650 રુપીયા) રોકડ 6 હજાર અને હોન્ડા ઝેડ એકસ કાર મળીને 212650 રુપીયાનો મુદ્દામાલ કબજે કરી જીમીલ પટેલ સામે ગુનો નોંધ્યો હતો અને તપાસ શરુ કરી હતી.

ગુરુવારે પોલીસે જીમીલ પટેલને અદાલતમાં રજુ કરી 1 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. જીમીલ શહેરના વસીમ બલોચ નામના ડ્રગ્સ સપ્લાયર પાસેથી એમડી લાવતો હોવાનું તપાસમાં જણાતા પોલીસે તેની પણ શોધખોળ શરુ કરી હતી. પોલીસે જણાવ્યું હતું કે જીમીલ સામે 2015થી વાડી, ગોત્રી અને જેપી રોડ પોલીસ તથા ભીલાડ પોલીસમાં ગુના નોંધાયેલા છે જેમાં 2015માં ગોત્રી પોલીસમાં હત્યાનો ગુનો નોંધાયો હતો અને 2016માં વાડી પોલીસમાં હત્યાની કોશિશનો ગુનો નોંધાયો હતો અને તેને પાસામાં પણ ધકેલાયો હતો. પોલીસે જીમીલના રિમાન્ડ મેળવી તેના ઘેર સર્ચ કર્યું હતું. અને તેની માતાનું નિવેદન નોંધ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...