તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તપાસ:આફ્રિકન ટોળકીને ભારતીય બેંક એકાઉન્ટ્સની માહિતી આપનારા શખ્સની શોધખોળ

વડોદરા14 દિવસ પહેલા
  • કૉપી લિંક
શહેરના વેપારી સાથે ઠગાઈ કરનાર આફ્રિકન ગેંગ ઝડપાઈ હતી. - Divya Bhaskar
શહેરના વેપારી સાથે ઠગાઈ કરનાર આફ્રિકન ગેંગ ઝડપાઈ હતી.
  • યુવક સાથે 19.35 લાખની ઠગાઇ કરી હતી
  • આફ્રિકાથી એક શખ્સ મની ટ્રાન્સફર કરતો હોવાનું ખૂલ્યું

શહેરના વેપારી સાથે સીપીયુ સ્ક્રેપ વેચવાના બહાને 19.35 લાખની ઠગાઈ કરનાર આંતરરાષ્ટ્રીય આફ્રિકન ટોળકીએ કોના નામે સિમકાર્ડ મેળવ્યાં હતાં તથા કોની મદદથી બેંક ખાતાં મેળવ્યાં હતાં તેની તપાસ કરાઈ હતી. જેમાં દિલ્હીના એક શખ્સે ભારતીય બેંકોનાં ખાતાં આ ટોળકીને પ્રોવાઇડ કર્યાં હોવાનું બહાર આવતાં તેની શોધખોળ કરાઇ રહી છે. આફ્રિકન ટોળકીને તેમનો જ એક સાગરીત આફ્રિકામાં બેસીને મની ટ્રાન્સફર કરતો હોવાનું પણ બહાર આવ્યું છે.

19.35 લાખની ઠગાઇ કરવાના બનાવમાં સાઇબર ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા દિલ્હીથી આફ્રિકન ટોળકીના બેન્જામિન કોવુઆકૌ નાડ્રી, કપટુ એમાટુરીન મારી અને કિટ્ટી જેક્સ દેવાલોઇ, માર્ટીન કોપેરે ડીમોયુ અને એલ હાડજી મહામને તૌઉરેનાની ધરપકડ કરી ચારેયના રિમાન્ડ મેળવ્યા હતા. આ શખ્સોની પોલીસે અંગ્રેજીમાં પૂછપરછ કરી લેપટોપ અને સિમકાર્ડ ક્યાંથી, કોની મદદથી મેળવ્યાં હતાં તેની તપાસ કરવા ઉપરાંત કોની મદદથી ભારતીય બેંકોનાં ખાતાં મેળવ્યાં હતાં તેની તપાસ શરૂ કરી હતી.

તપાસમાં બહાર આવ્યું કે, આ શખ્સોને તેમની ટોળકીનો આફ્રિકામાં રહેલો સાગરીત મની ટ્રાન્સફર કરવામાં મદદ કરે છે. જ્યારે દિલ્હીના એક શખ્સે તેમને ભારતીય બેંકોનાં ખાતાં પ્રોવાઇડ કર્યાં હોવાનું બહાર આવતાં તેની શોધખોળ શરૂ કરાઇ છે. ટોળકી પાસેથી ઘણાં બેંક ખાતાંના નંબર મળતાં તેની તપાસ ચાલી રહી છે. આગામી દિવસોમાં ચોંકાવનારી માહિતી બહાર આવે તેવી શક્યતા છે.

ટોળકીએ બેંગ્લોર-હૈદરાબાદ સહિતના સ્થળો પર ઠગાઇ કરી
શહેર સાઇબર ક્રાઇમ બ્રાન્ચના હાથે પકડાયેલી આફ્રિકન ટોળકીએ દેશભરમાં ઘણા લોકોને લાલચ આપીને ઓનલાઇન ઠગાઇ કરી હોવાનું બહાર આવ્યું છે. આ ટોળકીએ હૈદરાબાદના યુવક સાથે 18 લાખની ઠગાઇ કરી હોવાનું તથા બેંગ્લોરના યુવક સાથે દોઢ લાખની ઠગાઇ કરી હોવાનું બહાર આવ્યું છે જેથી બેંગ્લોર પોલીસને પણ આ મામલે જાણ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...