તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સભા સિરિઝ:3 સ્કૂલોની દરખાસ્તને ભાજપની મુલતવીની મહોર, કોંગ્રેસનો હાથ

વડોદરા4 મહિનો પહેલા
 • કૉપી લિંક
એક સભાની ફાઈલ તસવીર - Divya Bhaskar
એક સભાની ફાઈલ તસવીર
 • સભામાં સમજોતા, એક સ્કૂલને બાકાત રાખવા કોંગ્રેસની તરફેણ

ગાંધીનગર ગૃહમાં સોમવારે વડોદરા મહાનગર પાલિકાની ત્રણ સામાન્ય સભા મળી હતી. ચૂંટણી પહેલાની આ અંતિમ સભા કોઇ વેબ સિરિઝથી ઓછી ન હતી. દરેક એપિસોડની જેમ સભામાં પણ ક્લાઇમેક્સ અંત સુધી રહ્યુ હતું. 3 સ્કૂલના 40 કરોડ લઇ 99 વર્ષ માટે પ્લોટ આપી દેવાની દરખાસ્ત પર વિવાદ થતા કફર્યૂનો સમય થવા છતાં આરએસપીએ વોટિંગ કરાવ્યું હતું. કોંગ્રેસે કેળવણી ટ્રસ્ટની સ્કૂલને બાકાત રાખવા કહી વચગાળાનો રસ્તો કાઢયો હતો. ભાજપે દરખાસ્ત મુલતવી રાખી હતી. આરએસપીએ 2 રસ્તા ખોલવાનું કહેતા ભાજપે વિરોધમાં વોટિંગ કર્યું હતું. સમિતિના 4 વર્ગના હંગામી કર્મીઓને કાયમી કરવાની દરખાસ્ત પણ મુલતવી રખાઈ છે. બોર્ડની મુદત 11મીએ પુરી થઇ જશે. 3 મહિના પછી નવા બોર્ડમાં પાઠશાળા પાર્ટ -2 શરૂ થશે.

છેલ્લી સભામાં 40 કરોડના કારોબારનું સસ્પેન્સ યથાવત, નવા બોર્ડમાં પાઠશાળા પાર્ટ-2
સભા 1 - સાંજે 5 થી 5.30 - ફરાસખાનાનો કોન્ટ્રાકટ 4 વર્ષ સુધી કેમ લંબાવ્યો?

વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે સભાની શરૂઆતમાં જ મારા કામો કોના કહેવાથી રોકવામાં આવ્યા તેવો સવાલ ઉઠાવ્યો હતો. તેમણે ગેસના કોન્ટ્રાક્ટર સામે પણ કેમ કાર્યવાહી થઇ નથી. કોર્પોરેટરનું માન સચવાતું નથી તેવી રજૂઆત કરતાં કમિશનરે કોઈને છોડાતા નથી તેમ ઉમેર્યું હતું અને વોર્નિંગ આપી છે તેવો જવાબ આપ્યો હતો. વિપક્ષી નેતાએ જણાવ્યું હતું કે એક વર્ષનો કોન્ટ્રાક્ટ પૂરો થાય એટલે બીજા વર્ષે તેના કોન્ટ્રાક્ટ માટે ટેન્ડર બહાર પડાય છે ત્યારે ફરાસખાનાનું ચાર ચાર વર્ષ સુધી કેવી રીતે ખેંચાયું તે સમજ પડતી નથી તેમણે યોગ શિબિર 34 લાખ ,ગાંધીજી જયંતીના 7.50 લાખ ,પતંગ મહોત્સવના 18 લાખ જેવા અનેક ખર્ચા કર્યા છે ત્યારે કાયદા વિરુદ્ધ કૃત્ય કરવા બદલ લોકપાલમાં પણ રજૂઆત કરશે.મેયરે ઓડિટ બાદ જ ખર્ચ મંજુર થયા છે તેમ કહી એજન્ડા મંજુર મુલતવીની જાહેરાત કરી હતી.

સભા 2 - સાંજે 5.30 થી 6 - હવે અતિથિગૃહોનું ખાનગીકરણ નહીં કરાય
વિપક્ષના કોર્પોરેટર ચિરાગ ઝવેરીએ અતિથિગૃહોના ખાનગીકરણ કરવાની તૈયારીઓ શરૂ થઇ ગઇ હોવાનો ઘટસ્ફોટ કરતા જણાવ્યું હતું કે ગરીબ અને મધ્યમ વર્ગ માટે અતિથિગૃહ પોષાય તેમ છે ત્યારે આવી દરખાસ્ત આવવી ન જોઈએ અને તે બંધ થવું જોઈએ. જેની સામે શાસક પાંખે પણ સુર પુરાવ્યો હતો અને કેતન બ્રહ્મભટ્ટે આ ન થવું જોઈએજેથી,મેયરે કમિશનરને આવી દરખાસ્ત ન લાવવા ટકોર કરી હતી.આ સભા પૂરી થવા આડે 15 મિનિટ બાકી હતી ત્યારે પૂર્વ મેયર ભરત ડાંગર સભામાં આવ્યા હતા.અંતિમ રજૂઆત કરતા આર એસ પીના હેમલતા ગોરે જણાવ્યું હતું કે, અમારા નેતા રાજેશભાઈએ હાઇકોર્ટમાં જઇ ને ત્રણ સ્કૂલની બાકી 45 કરોડની રકમ પાલિકાને મળે તેવો પ્રયાસ કર્યો છે તે અભિનંદન ને પાત્ર છે અને તેમાંથી અમારા વિસ્તારના રસ્તા ખોલવાની સાથે ટાંકી બને તે જરૂરી છે.

સભા 3 - શો છેલ્લો સાંજે 6 વાગે - TP વિના 30 હજાર કરોડનો ફટકો, કર્ફ્યૂ સુધી સભા ચાલી
આર એસ પીના રાજેશ આયરે એ જણાવ્યું હતું કે સ્કૂલના ભાડામાંથી આવક મેળવવા 18 વર્ષથી લડત આપી રહ્યો છું અને સ્કૂલના એસો.એ પણ આવું ભાડું લેવું જોઇએ તેવો પત્ર મને લખ્યો છે.99 વર્ષ માટે જગા અપાવી છે તો મને પણ 99 વર્ષ માટે ફૂટપાથ આપી દો તેવી ટકોર સાથે જે સ્કૂલ ગરીબોને ભણાવે છે તો તેમના માટે અલગ થી દરખાસ્ત કરો તેમ જણાવ્યું હતું. જનમહલ માટે રૂ.2 હજારના ભાવે જગા અપાઈ ને એ 16 હજારના ભાવે વેચશે એમ કેમ? આપણા 5 વરસ પુરા થયા છે અને આપણે તો ભાડાની દુકાન ખાલી કરી દેવાની છે અને ટીપી સ્કીમ સારાભાઈ સહિત નાખી હોત તો 30 હજાર કરોડ રૂપિયાની આવક થઇ શકી હોત ને 20 વર્ષ સુધી લોકો પર વેરો નાખવાની જરૂર પડી ના હોત. અમી રાવત ફ્લોર પર રાતે 9 વાગે કફર્યૂના સમય સુધી બેસી રહેતા સભાના એન્ડિંગ માં થોડાક સમય માટે ક્લાઈમેક્સ રહયો હતો.

અધિકારીઓ અમારી રજુઆત સાંભળે તેવુ જોજો
છેલ્લી સભામાં છેલ્લે છેલ્લે આવેલા પૂર્વ મેયર ભરત ડાંગરે જણાવ્યુ હતું કે આગામી દિવસોમાં હવે વહીવટદારની નિમણૂક થશે અને નવા કોર્પોરેટરોને આવતા હજુ ત્રણ મહિના જેટલો સમય લાગશે.જેથી, નવા લોકો ન આવે ત્યાં સુધી હાલના કોર્પોરેટરો સૂચન કરે તો અધિકારિઓ નિરાકરણ લાવે તેમ સૂચના આપવા કમિશનરને રજુઆત કરી હતી.

આઇટી ડાયરકેટર 5 પ્રોજેકટ લાવ્યા, ફાયદો શું?
વિપક્ષના ચિરાગ ઝવેરીએ જણાવ્યું હતું કે વારંવાર ની સભામાં આઈ ટી ડાયરેક્ટર મનીષ ભટ્ટ ના નામ જોગ રજુઆત કરું છું પરંતુ તેમાં કોઇ કાર્યવાહી થતી નથી.મનીષ ભટ્ટ આઈ ટીના 5 પ્રોજેકટ લઈ આવ્યા અને એમાં શું ફાયદા થયા તે માટે કોઈ જવાબ મળતા નથી.તેમણે સો કરોડ રૂપિયાના ખર્ચે સીટી કમાન્ડો કંટ્રોલ સેન્ટર બનાવ્યું પણ તેનો ફાયદો શું ?

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો