તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બે વિદ્યાર્થી જૂથ વચ્ચે બોલાચાલી:વડોદરાની MS યુનિવર્સિટીમાં વિદ્યાર્થિનીને અપશબ્દો બોલવા બાબતે વિદ્યાર્થીઓના બે જૂથ વચ્ચે બોલાચાલીસ પોલીસે દોડી જવું પડ્યું

વડોદરા23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • છેલ્લા કેટલાય સમયથી આઇકાર્ડ વગરના બહારના તત્વોનો અડ્ડો જમાવી રહ્યા હોવાનું જાણવા મળ્યું

વડોદરા શહેરની એમ એસ યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીમાં વિદ્યાર્થિનીને અપશબ્દો બોલવા મુદ્દે બે વિદ્યાર્થી જૂથ વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ બબાલ થતાં વિદ્યાર્થીઓમાં દોડધામ મચી ગઇ હતી. યુનિવર્સિટીમાં ઓફલાઇન શિક્ષણ શરૂ થયા પછી આઇકાર્ડ વગરના બહારના તત્વોનો અડ્ડો બની ગઇ છે. સયાજીગંજ પોલીસ અને વિજિલન્સની ટીમે મામલો થાળે પાડ્યો હતો.

બહારના તત્વોને માર મરાયો
એમ.એસ. યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીમાં બહારના તત્વો દ્વારા વિદ્યાર્થીનીઓ સાથે ગાળાગાળી કરવાની ઘટના બની હતી. તે સમયે એજીએસજી ગ્રુપના વિદ્યાર્થીઓ આગેવાન બહારના તત્વોને રોકતા તેની સાથે ઝઘડો કરીને મારામારી કરી હતી. જેના પગલે ગ્રુપના વિદ્યાર્થીઓ દોડી આવ્યા હતા અને બહારના તત્વોને મેથીપાક ચખાડ્યો હતો. મારામારીની ઘટનાના પગલે સાયન્સ કેમ્પસમાં વિજીલન્સ અને સિક્યુરિટી દોડી આવી હતી અને વિદ્યાર્થીઓ પાસે આઇકાર્ડ માગ્યા હતા. જોકે તેમની કાર્ડના હોવાથી તેમને યુનિવર્સિટી સત્તાધીશો પાસે રજૂ કરાયા હતા.

બે ગ્રુપ વચ્ચે આક્ષેપબાજી
વિદ્યાર્થીઓએ એડમિશન માટે એપ્લાય કર્યું હોવાના કાગળો રજૂ કરતા તેમની સામે કોઇ ફરિયાદ કરવામાં આવી નહોતી. વિદ્યાર્થિનીઓ સાથે બિભત્સ ગાળાગાળી કરનાર તત્વો બહારના હતા અને તેઓ એજીએસયુ ગ્રુપના હોવાના આક્ષેપો એજીએસજી ગ્રુપના આગેવાનોએ કર્યાં હતા. જોકે આ એજીએસયુ ગ્રુપના વિદ્યાર્થીઓએ આક્ષેપોને નકારી કાઢ્યા હતા.

વિદ્યાર્થી નેતાઓના શૂરાતન સામે વિજિલન્સ ટીમ મૂકપ્રેક્ષક
યુનિવર્સિટીમાં ઓફલાઇન શિક્ષણ શરૂ થયા પછી છેલ્લા કેટલાય સમયથી આઇકાર્ડ વગરના બહારના તત્વોનો અડ્ડો જમાવી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે. વિદ્યાર્થી નેતાઓ પર શૂરા બનતા વિજિલન્સની ટીમ મૂકપ્રેક્ષકની ભૂમિકા ભજવી રહી છે. યુનિટ બિલ્ડિંગ પર છેલ્લા કેટલાય સમયથી આવા તત્વોએ અડ્ડો જમાવ્યો છે.

વિદ્યાર્થિનીઓ કોલેજ આવતા ગભરાય છે
યુનિવર્સિટી બહારના અસમાજીક તત્વોએ કેમ્પસમાં અડ્ડો જમાવ્યો હોવાથી વિદ્યાર્થિનીઓ ઓફલાઇન અભ્યાસ કરવા આવવા માટે ગભરાઇ રહી છે. છેલ્લા કેટલાય સમયથી આ વિદ્યાર્થિનીઓ સાથે અણછાજતું વર્તાવ થઇ રહ્યું હોવાની ફરિયાદ ઉઠી છે, જોકે, સિક્યુરિટી દ્વારા કોઇ પણ ચેકિંગ હાથ ધરવામાં આવતું નથી.

અન્ય સમાચારો પણ છે...