તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • Scuffle Between Locals And Staff Bringing Corona Patients To An Old Age Home In Vadodara, A Woman Tried To Slap A Care Center Manager.

હોબાળો:વડોદરામાં વૃદ્ધાશ્રમમાં કોરોનાના દર્દીઓ લાવ્યા હોવાના આક્ષેપ સાથે સ્થાનિકો-સ્ટાફ વચ્ચે ઝપાઝપી, સંચાલિકાને ચપ્પલથી મારવાનો પ્રયાસ, સંચાલકે કહ્યુંઃ 'મહિલા કોરોના નેગેટિવ હતા'

વડોદરા2 મહિનો પહેલા
  • સ્થાનિક લોકોએ વડોદરા જિલ્લા કલેક્ટર સમક્ષ કેર સેન્ટરને બંધ કરાવવાની માગણી કરી હતી

વડોદરાના સેવાસી ટીપી-2 વિસ્તારમાં શ્રીનાથ પ્લાઝા કો-ઓપરેટિવ હાઉસિંગ સોસાયટી સ્થિત સ્વર્ગ કોમ્યુનિટી કેર સેન્ટરના સંચાલકો દ્વારા કોરોનાના દર્દીઓને લાવવામાં આવતા આક્ષેપ સ્થાનિક લોકોએ ભારે હોબાળો મચાવ્યો હતો. સ્થાનિક લોકો અને સેન્ટરના સ્ટાફ વચ્ચે ઝપાઝપી થઇ હતી. આ ઝપાઝપીમાં એક સ્થાનિક મહિલાએ કેર સેન્ટરની સંચાલિકાને ચપ્પલથી મારવાનો પ્રયાસ કરતા મામલો ઉગ્ર બની ગયો હતો. સ્થાનિક લોકોએ કેર સેન્ટર બંધ કરાવવાની માંગણી કરતી વડોદરા જિલ્લા કલેક્ટરને પણ લેખિત રજૂઆત કરી હતી.

મહિલાનો કોરોનાનો રિપોર્ટ નેગેટિવ હતોઃ કેર સેન્ટરના સંચાલક
કોમ્યુનિટી કેર સેન્ટરના સંચાલક અમિત લિંબાલીયાએ જણાવ્યું હતું કે, અમારા સેન્ટરમાં ભાઇલાલ અમીન હોસ્પિટલમાંથી મહિલાને લાવવામાં આવ્યા હતા. તેઓ 28 દિવસ પહેલા આ મહિલા કોરોના પોઝિટિવ આવ્યા હતા અને ત્યાર બાદ તેમનો રિપોર્ટ નેગેટિવ આવી ગયો હતો. જોકે મહિલાને લવાયા ત્યારે સુરક્ષા માટે સ્ટાફે પીપીઇ કીટ પહેરી હતી. જેથી સ્થાનિક લોકોને ગેરસમજ થતાં હોબાળો મચાવ્યો હતો. જોકે, પોલીસ આવ્યા બાદ લોકોના હોબાળાને અમે દર્દીને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યો હતો. અમે ફરીથી મહિલાનો ટેસ્ટ કરાવ્યો હતો તે પણ નેગેટિવ આવ્યો હતો.

કોરોનાના દર્દીઓ લાવતા સ્થાનિક લોકોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો
સેવાસી ટીપી-2 વિસ્તારમાં શ્રીનાથ પ્લાઝા કો-ઓપરેટિવ હાઉસિંગ સોસાયટીમાં આર્થિક રીતે સુખી સંપન્ન પરિવારોના વૃધ્ધોની દેખભાળ રાખવા માટેનું સ્વર્ગ કોમ્યુનિટી કેર સેન્ટર (વૃદ્ધાશ્રમ) આવેલું છે. આ કેર સેન્ટરમાં મોડી સાંજે ભાઇલાલ અમીન હોસ્પિટલમાંથી કોરોનાગ્રસ્ત વૃદ્ધ દર્દીની દેખભાળ માટે લાવવામાં આવવાના આક્ષેપ સાથે સોસાયટીના રહીશો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો.

સ્થાનિક લોકોએ કેર સેન્ટર બંધ કરાવવાની માગણી કરતી વડોદરા જિલ્લા કલેક્ટરને પણ લેખિત રજૂઆત કરી
સ્થાનિક લોકોએ કેર સેન્ટર બંધ કરાવવાની માગણી કરતી વડોદરા જિલ્લા કલેક્ટરને પણ લેખિત રજૂઆત કરી

એક સપ્તાહ પહેલાં આ અંગેની રજૂઆત વડોદરા જિલ્લા કલેક્ટરને કરી હતી
સ્વર્ગ કોમ્યુનિટી કેર સેન્ટરમાં કોરોના દર્દીઓની સારવાર કરવા માટે કોઇ લાયકાત કે મંજૂરી ન હોવા છતાં, કોરોનાગ્રસ્ત દર્દીઓને લાવવામાં આવ્યા હોવાના આક્ષેપ સાથે લેખિત રજૂઆત આરોગ્ય અધિકારી મિનાક્ષીબહેન અને કોર્પોરેશનના આરોગ્ય અમલદાર ડો. દેવેશ પટેલને પણ કરવામાં આવી હતી. તેમ છતાં, આ જવાબદાર અધિકારીઓ દ્વારા કોઇ કાર્યવાહી કરવામાં ન આવતા આજે સોસોયટીના રહીશોએ ભારે હોબાળો મચાવ્યો હતો. એક સપ્તાહ પહેલાં આ અંગેની રજૂઆત વડોદરા જિલ્લા કલેક્ટરને પણ કરવામાં આવી છે.

કેર સેન્ટરના સંચાલકો દ્વારા કોરોનાગ્રસ્ત દર્દીઓને લાવવાના આક્ષેપ સાથે સ્થાનિક લોકોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો
કેર સેન્ટરના સંચાલકો દ્વારા કોરોનાગ્રસ્ત દર્દીઓને લાવવાના આક્ષેપ સાથે સ્થાનિક લોકોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો

કેર સેન્ટરમાં એક કલાક સુધી હોબાળો ચાલ્યો હતો
કેર સેન્ટર પાસે એકઠી થયેલી સોસાયટીની મહિલાઓએ ભારે હોબાળો મચાવતા કેર સેન્ટરના સંચાલિકા સહિત સ્ટાફ નીચે આવી પહોંચ્યો હતો. સ્ટાફ નીચે આવતા જ સોસાયટીની મહિલાઓ સાથે ઝપાઝપી શરૂ કરી દીધી હતી. જેમાં રોષે ભરાયેલી સોસાયટીની એક મહિલાએ પોતાના પગનો ચપ્પલ કાઢી કેર સેન્ટરની સંચાલિકાને મારવાનો પ્રયાસ કરતા મામલો ઉગ્ર બની ગયો હતો. કેર સેન્ટરના વિરોધમાં લગભગ એક કલાક સુધી હોબાળો ચાલ્યો હતો. ભારે હોબાળાના પગલે કેર સેન્ટરમાં રહેતા સિનિયર સિટીઝનો પણ ગભરાઇ ગયા હતા.

ભારે હોબાળાના પગલે કેર સેન્ટરમાં રહેતા સિનિયર સિટીઝનો પણ ગભરાઇ ગયા
ભારે હોબાળાના પગલે કેર સેન્ટરમાં રહેતા સિનિયર સિટીઝનો પણ ગભરાઇ ગયા

ભાઇલાલ અમીન હોસ્પિટલમાંથી દર્દી લાવ્યા હતા
સોસાયટીના રહેવાસી અરૂણભાઇ વ્યાસે જણાવ્યું હતું કે, સ્વર્ગ કોમ્યુનિટી કેર સેન્ટર એક વૃદ્ધાશ્રમ છે. આ કેર સેન્ટરના સ્ટાફ પાસે કોરોનાગ્રસ્ત દર્દીઓની દેખભાળ કે સારવાર રાખવાની કોઇ મંજૂરી ન હોવા છતાં, કોરોનાગ્રસ્ત દર્દીઓને લાવીને સારવાર તથા દેખભાળ રાખીને સોસાયટીના રહીશોનો જીવ જોખમમાં મૂકી રહ્યા છે. આજે અમે કેર સેન્ટરમાં રજૂઆત કરવા ગયા ત્યારે સ્ટાફ દ્વારા સોસાયટીના લોકો સાથે ઝપાઝપી કરવામાં આવી છે અને મારવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ મૂક્યો હતો. કેર સેન્ટરના સ્થાપક અમીત લીંબાચીયાને કોરોનાગ્રસ્ત દર્દી અંગે પૂછપરછ કરતા તેઓએ ઇન્કાર કર્યો હતો. જ્યારે કોરોનાગ્રસ્ત દર્દીને એમ્બ્યુલન્સમાં લઇને આવનાર ડ્રાઇવરને પૂછતા તેઓએ જણાવ્યું હતું કે, ભાઇલાલ અમીન હોસ્પિટલમાંથી દર્દી લાવ્યા છે અને તે કોરોનાગ્રસ્ત છે.

સેવાસી ટીપી-2 વિસ્તારમાં આર્થિક રીતે સુખી સંપન્ન પરિવારોના વૃધ્ધોની દેખભાળ રાખવા માટેનું સ્વર્ગ કોમ્યુનિટી કેર સેન્ટર આવેલું છે
સેવાસી ટીપી-2 વિસ્તારમાં આર્થિક રીતે સુખી સંપન્ન પરિવારોના વૃધ્ધોની દેખભાળ રાખવા માટેનું સ્વર્ગ કોમ્યુનિટી કેર સેન્ટર આવેલું છે
અન્ય સમાચારો પણ છે...