અકસ્માત:હાઇવે પર વાહનની ટક્કરે સ્કૂટર ચાલક યુવકનું મોત

વડોદરા4 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • વાહનનાં પૈડાં માથા પરથી ફરી જતાં દમ તોડ્યો

નેશનલ હાઈવે પર એલએન્ડટી પાસે પોતાના સ્કૂટર પર પસાર થતા બે મિત્રોને અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારી હતી. જેમાં વાહનનાં પૈડાં યુવકના માથા પરથી ફરી જતાં તેનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું, જ્યારે અન્ય યુવકને હાથ-પગમાં ગંભીર ઈજા પહોંચી હતી. બાપોદ પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. આજવા રોડના ખોડિયારનગરમાં રહેતા જયગીરી દિલીપગીરી ગોસ્વામી (ઉ.27) છુટક મજૂરી કરે છે. યુવક પોતાના મિત્ર પ્રકાશ તુકારામ સીંગ્યા (રહે.વલ્લભ ટાઉનશિપ, આજવા રોડ) સાથે 10 જૂનના રોજ સાંજે 4 વાગે સ્કૂટર પર સુરતથી અમદાવાદ જવાના રસ્તેથી પસાર થતા હતા.

પ્રકાશ સ્કૂટર ચલાવતો હતો ત્યારે એલએન્ડટી કંપની પહેલાં પ્રિયંકાનગરની સામે અજાણ્યા વાહને ટક્કર મારી હતી. જેમાં પ્રકાશ અને જયગીરી રોડ પર પટકાયા હતા. જેમાં પ્રકાશના કમરના ભાગે અને માથા પર વાહનનાં પૈડાં ફરી વળતાં તેનું ઘટના સ્થળ પર જ મોત નિપજ્યું હતું, જ્યારે જયગીરીને હાથે-પગે ઈજાઓ થઈ હતી. આ ઘટના અંગે બાપોદ પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...