સાવચેતી:મગરની ઘૂષણખોરી રોકવા સાયન્સ ફેકલ્ટીના લોઅર બ્રિજને ફેન્સિંગ થશે

વડોદરા15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • છેલ્લા 6 મહિનામાં 7 થી 8 મગર આવી ચડ્યા હતા

વારંવાર મગર આવી ચડતા હોવાથી MSUની સાયન્સ ફેકલ્ટીના લોઅર બ્રિજ પર ફેન્સિંગ કરાશે. 6 માસમાં 7 થી 8 વાર મગર આવી ચડ્યા હોવાની ઘટના નોંધાઈ છે. MSU મધ્યેથી વિશ્વામિત્રીને મળતી ભૂખી કાંસ પસાર થાય છે. વિશ્વામિત્રીના મગરો અવારનવાર ભૂખી કાંસમાં આવી ચડે છે. સાયન્સ ફેકલ્ટીના પાછળના ભાગે ફેકલ્ટી અને ડીએન હોલને જોડતો લોઅર બ્રિજ આવેલો છે.

આ બ્રિજ પરથી રોજ અનેક વિદ્યાર્થી-કર્મચારીઓ પસાર થતા હોય છે. 2019માં વિશ્વામિત્રીમાં આવેલા ઘોડાપૂરમાં આ લોઅર બ્રિજને વ્યાપક નુકશાન થયું હતું. યુનિ. સત્તાધીશોએ તાજેતરમાં લોઅર બ્રિજનું રિપેરિંગ કામ કરાવ્યું હતું. જોકે આ લોઅર બ્રિજ તથા તેની નજીક અવાર નવાર મગર આવી ચડે છે. છ માસમાં 7-8 મગર દેખાયા છે. મગર કોઇને નુકસાન ન પહોંચાડે તે માટે ત્યાં ફેન્સિંગની કામગીરી કરવામાં આવનાર છે. લોઅર બ્રિજ પર જવા માટેના દાદરથી લઈને સમગ્ર ભાગને ફેન્સિંગથી આવરી લેવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...