મોટી જાહેરાત:'વડોદરાના વેમાલીમાં સાયન્સ સિટી બનશે, 7થી 8 એકર જમીનમાં વિજ્ઞાનનું ભવ્ય પ્રદર્શન ઉભું થશે': મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી

વડોદરાએક મહિનો પહેલા
ગંગા સ્વરૂપા મહિલાઓને ધાન્ય કીટનું મંત્રીના હસ્તે વિતરણ કરવામાં આવ્યું હતું
  • ઐતિહાસિક ન્યાય મંદિરને મહાનગરપાલિકા હસ્તક આપવાનો કાર્યક્રમ CMની હાજરીમાં યોજાશે

અમદાવાદની જેમ વડોદરામાં પણ સાયન્સ સિટી બનશે તેવી જાહેરાત બાદ હવે મહેસૂલ મંત્રીએ એક કાર્યક્રમમાં પોતાના સંબોધનમાં જણાવ્યું છે કે, વડોદરા શહેરના વેમાલી વિસ્તારમાં આ સાયન્સ સિટી બનશે.

મહેસૂલ અને કાયદા મંત્રીની 11 પ્રકારના ધાન્યથી તુલા
વડોદરામાં ગત રાત્રે જનકલ્યાણ સેવાયજ્ઞની ભાવના સાથે શ્રી છત્રપતિ શિવાજી મહારાજના તિથિ અનુસાર નિર્વાણ દિને શ્રી જોગણી મા ચેરીટેબલ ટ્રસ્ટ અને શ્રી છત્રપતિ શિવાજી રાજે વિચાર મંચ દ્વારા વડોદરા શહેરના જોગણી માતા નજીક, શિવાજી ચોક ખાતે મહેસૂલ અને કાયદા મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીની 11 પ્રકારના ધાન્યથી તુલા કરવામાં આવી હતી. આ ધાન્ય તુલામાં મંત્રીનું વજન 95 કિલો થયું હતું. આ ધાન્ય કીટ ગંગા સ્વરૂપા મહિલાઓને મંત્રીના હસ્તે વિતરણ કરવામાં આવ્યું હતું. આ અનાજ કીટ વિતરણનું કાર્ય સતત ચાલુ રહેશે અને શહેરની અંદાજે 567 જેટલી ગંગા સ્વરૂપા મહિલાઓને વિતરણ કરવામાં આવશે.

મહેસૂલ અને કાયદા મંત્રીની 11 પ્રકારના ધાન્યથી તુલા કરવામાં આવી હતી
મહેસૂલ અને કાયદા મંત્રીની 11 પ્રકારના ધાન્યથી તુલા કરવામાં આવી હતી

સાતથી આઠ એકરમાં વિજ્ઞાનનું ભવ્ય પ્રદર્શન ઉભું થશે
મારી સૌ પ્રથમવાર તુલા થઈ છે અને એમાંય ધાન્યથી તુલા થઈ છે એવી હર્ષની લાગણી વ્યક્ત કરતા મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું હતું કે, વડોદરા શહેરમાં સુરસાગર પાસે આવેલા ઐતિહાસિક ન્યાય મંદિરને મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તક આપવાનું છે. આ માટે આગામી દિવસોમાં મુખ્યમંત્રીને આમંત્રિત કરી કાર્યક્રમ આયોજીત કરીશું. આખો દેશ વિજ્ઞાન તરફ મીટ માંડીને બેઠો છે. અમદાવાદમાં સાયન્સ સિટી ઉભું થયું છે એ આપણે બધા જાણીએ છીએ. આપણા બાળકો સાયન્સમાં રૂચી લેતા થાય અને દેશની પ્રગતિ થાય એ માટે પ્રાદેશિક સાયન્સ સેન્ટર વડોદરમાં મંજૂર કરવામાં આવ્યું છે. જેની જમીન ફાળવવાની હતી એ જમીન મહેસૂલ ખાતું મને ફાળવવામાં આવ્યું છે. જેથી મેં તેની તરત જ જમીન ફાળવી દીધી વેમાલી પાસે. જેથી સાતથી આઠ એકરમાં વિજ્ઞાનનું એક ભવ્ય પ્રદર્શન ઉભું થશે. જેમાં વિજ્ઞાનની અનેક શાખાઓની સમજ આપવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...