એજ્યુકેશન:શાળાઓ ઓફલાઇન શરૂ પરંતુ MSUમાં હજુ ઓનલાઇન વર્ગ!

વડોદરા6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હોસ્ટેલો પૂરી ક્ષમતાથી શરૂ ન થતાં ઓફલાઇન શિક્ષણને અસર
  • ગાઇડ લાઇન મુજબ હોસ્ટેલમાં 1 રૂમમાં 2 વિદ્યાર્થીને જ મંજૂરી

એમ.એસ. યુનિ.માં મોટાભાગની ફેકલ્ટીઓમાં હજુ પણ ઓનલાઇન મોડથી જ શિક્ષણ અપાઈ રહ્યું છે. જોકે તેની પાછળ સત્તાધીશો દ્વારા એવો તર્ક આપવામાં આવી રહ્યો છે કે, હોસ્ટેલોમાં પૂરતી સંખ્યામાં વિદ્યાર્થીઓ ન હોવાથી ઓનલાઇન શિક્ષણ ચલાવાઈ રહ્યું છે.રાજ્ય સરકાર દ્વારા કોવિડ ગાઈડ લાઈન અંતર્ગત હજુ પણ હોસ્ટેલમાં એક રૂમમાં માત્ર 2 વિદ્યાર્થીઓને રહેવા માટેની પરવાનગી આપવામાં આવી છે. ગાઈડ લાઈનમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર હજુ સુધી કરવામાં આવ્યો નથી.

બીજી તરફ યુનિ.માં મોટાભાગની ફેકલ્ટીઓમાં ઓફલાઈન શિક્ષણ શરૂ થઈ શક્યું નથી. તેની પાછળ એવો તર્ક અપાઈ રહ્યો છે કે, શહેર બહારના વિદ્યાર્થીઓ કે જેઓ હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરે છે તે ઓફલાઈન શિક્ષણ કરાય તો અભ્યાસથી વંચિત રહી જાય તેવી સ્થિતિ છે, જેથી હજુ સુધી ઓનલાઇન અભ્યાસ ચલાવાઈ રહ્યો છે. એક તરફ સ્કૂલોમાં 1 થી 12 ધોરણ સુધી ઓફલાઈન શિક્ષણ ચલાવવામાં આવી રહ્યું છે તેની સામે યુનિવર્સિટીની વિવિધ ફેકલ્ટીના સત્તાધીશો દ્વારા ઓફલાઈન શિક્ષણ શરૂ કરવાની કોઈ પણ પ્રકારની તૈયારીઓ નથી.

અન્ય સમાચારો પણ છે...