તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Vadodara
 • Schools In Vadodara Announce The Final List Of Students At Different Times After The Admission Process, The Fees Of The First School Are Not Refundable After Taking Admission In The Second School.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાલીઓની મુશ્કેલી:વડોદરાની સ્કૂલો એડમિશન પ્રક્રિયા બાદ વિદ્યાર્થીઓની અંતિમ યાદી અલગ-અલગ સમયે જાહેર કરે છે, બીજી સ્કૂલમાં એડમિશન લેતા પહેલી સ્કૂલની ફી પરત મળતી નથી

વડોદરાએક મહિનો પહેલા
 • કૉપી લિંક
વડોદરા જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીની ફાઇલ તસવીર - Divya Bhaskar
વડોદરા જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીની ફાઇલ તસવીર
 • એક સ્કૂલનું એડમિશન રદ્દ કરીને બીજી સ્કૂલમાં જતા વિદ્યાર્થીઓએ 10 હજાર રૂપિયાથી વધુ ફી જતી કરવી પડે છે
 • વિદ્યાર્થીઓના એડમિશનનો મુદ્દો અત્યંત સંવેદનશીલ હોવાથી સરકાર આ મામલે ઝડપથી પગલાં લે માગ ઉઠી

વડોદરા શહેર-જિલ્લાની શાળાઓમાં હાલ એડમિશન પ્રક્રિયા ચાલી રહી છે, ત્યારે આગામી સત્ર માટે શાળામાં ભરતી થનારા વિદ્યાર્થીઓની અંતિમ યાદી જાહેર કરવાની તારીખમાં કોઈ ચોક્કસ ગાઇડલાઇન ન હોવાથી દરેક શાળા પોતાની સગવડ પ્રમાણે વિદ્યાર્થીઓની યાદી જાહેર કરી રહી છે, જેના કારણે અસંખ્ય વાલીઓએ એકથી વધુ શાળામાં એડમિશન ફી ભરવાની નોબત ઊભી થઈ છે.

તમામ વાલીઓ એકથી વધુ શાળામાં એડમિશનની પ્રક્રિયા હાથ ધરે છે
આગામી શૈક્ષણિક વર્ષ 2021-22માં એડમિશન લેનારા વિદ્યાર્થીઓ માટે ડિસેમ્બર-2020થી અલગ-અલગ શાળાઓમાં ફોર્મ ભરવા સહિતની એડમિશનની પ્રક્રિયા ચાલી રહી છે, જે મુજબ ઘણી શાળાઓએ પોતાની અંતિમ યાદી જાહેર કરી દીધી છે અને આ માટેની વિદ્યાર્થી એડમિશન લે છે તે મુજબની એડમિશન ફી પણ વસુલી લીધી છે. મોટાભાગની શાળાઓ જો બાળક એડમિશન ન લે તો એડમિશન ફી પરત નહીં આપવાની શરતે તે વસુલતી હોય છે, ત્યારે મોટાભાગના વાલીઓ કોઈ એક સ્કૂલમાં એડમિશન મળે તેની પર મદાર રાખી ન શકે. જેથી તમામ વાલીઓ એકથી વધુ શાળામાં એડમિશનની પ્રક્રિયા હાથ ધરતા હોય છે.

દરેક સ્કૂલ એડમિશન નક્કી કરવા પેટે 10 હજાર રૂપિયા અથવા તેથી વધુની રકમ વસૂલે છે
ઘણી સારી સ્કૂલો એડમિશન પ્રક્રિયા આટોપી યાદી જાહેર કરે તે અગાઉ અન્ય કેટલીક શાળાઓ પોતાની યાદી જાહેર કરી દેતી હોય છે. ચોક્કસ શાળામાં એડમિશન માટે ઇચ્છુક વાલીઓના વિદ્યાર્થીઓની યાદી જાહેર ન કરાતા એડમિશન મળવાનું નિશ્ચિત ન હોય તેવી શાળા છોડી, વર્ષ ન બગડે તે હેતુથી અન્ય ળામાં સુરક્ષાને ધ્યાનમાં લઇ વાલીઓ એકવાર ફી ભરી દેતા હોય છે. સામાન્ય રીતે દરેક સ્કૂલ એડમિશન નક્કી કરવા પેટે 10 હજાર રૂપિયા અથવા તેથી વધુની રકમ વસૂલી લેતી હોય છે, ત્યાર બાદ જો પાછળથી વાલીઓને પોતાના બાળક માટે જે ચોક્કસ શાળામાં એડમિશનની ઈચ્છા હોય એવી યાદીમાં પણ તેમનું નામ આવતા અગાઉ એડમિશન ફી ભરીને કન્ફર્મ કરેલી શાળામાં ભરેલા નાણાં તેમણે જતા કરવા પડે છે.

રાજ્ય સરકાર આ મામલે ઝડપથી પગલાં લે તેવી માગ ઉઠી
આ સ્થિતિમાં ઘણા વાલીઓએ લગભગ પોતાનો એક અથવા બે મહિના જેટલો પગાર બાળકના એડમિશન સુનિશ્ચિત કરવા પાછળ જતો કરી દેવો પડતો હોય છે. આ સંજોગોમાં રાજ્ય સરકાર જો દરેક શાળા માટે એડમિશનની યાદી જાહેર કરવાની ચોક્કસ તારીખની ગાઈડલાઈન અમલ કરે તો વાલીઓનું હિત જળવાય અને ગરીબ તથા મધ્યમ વર્ગના વાલીઓએ બિનજરૂરી રીતે ઇચ્છુક ન હોય તેવી શાળામાં પણ મજબૂર થઇ એકવાર ફી ભરી દેવી પડતી હોય છે તેઓએ આ રકમ ગુમાવી ન પડે. વિદ્યાર્થીઓના એડમિશનનો મુદ્દો અત્યંત સંવેદનશીલ હોવાથી રાજ્ય સરકાર આ મામલે ઝડપથી પગલાં લે તેવી ડો.જ્યોતિર્નાથ દ્વારા માંગણી કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો