તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પરિણામની તૈયારીઓ:17મી સુધીમાં સ્કૂલોએ ધો.10ના વિદ્યાર્થીના ગુણ આપવાના રહેશે, શિક્ષણ બોર્ડની આચાર્યોને સૂચના

વડોદરા7 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • આંતરિક મૂલ્યાંકન સહિતના ગુણ ઓનલાઇન મૂકવાના રહેશે

શિક્ષણ બોર્ડે ધો.10ના વિદ્યાર્થીઓના પરિણામ તૈયાર કરવાની માર્ગદર્શિકા જાહેર કર્યા બાદ શાળાઓ પાસેથી વિદ્યાર્થીઓના ગુણ ઓનલાઇન મગાવવાનું શરૂ કર્યું છે. શાળાઓએ બોર્ડની વેબસાઇટ પર 17 જૂન સુધીમાં આંતરિક મૂલ્યાંકનના ગુણ, માધ્યમિક કક્ષાના માળખાના ગુણ ઓનલાઇન ભરવાના રહેશે. શિક્ષણ બોર્ડે માધ્યમિક શાળાના આચાર્યોને પરિપત્ર કરી સૂચના અાપી છે. જેમાં જણાવ્યું છે કે, ધોરણ 10 અને સંસ્કૃત પ્રથમાના વિદ્યાર્થીના આંતરિક મૂલ્યાંકન ગુણ, માધ્યમિક કક્ષાના માળખા મુજબના ગુણ તથા શાળા કક્ષાએ વિષયના ગુણ બોર્ડની વેબસાઇટ પર મૂકવાના રહેશે.

શાળાઓએ ગુણ વિદ્યાર્થીનાં નામ અને એપ્લિકેશન નંબરના આધારે ભરવાના રહેશે. ઓનલાઇન ગુણ ભરવા શાળાના ઇન્ડેક્સ નંબર અને નોંધાયેલા મોબાઇલ નંબરનો ઉપયોગ કરી લોગ ઇન કરવાનું રહેશે. શાળા દ્વારા માર્ક મૂકવાની જે પ્રક્રિયા કરી છે તેનું વેરિફિકેશન 9 જૂનથી જિલ્લા શિક્ષણાધિકારી કચેરી ખાતે કરાશે.

અન્ય સમાચારો પણ છે...