તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શિક્ષણ:ફી બાકી હોય તે વિદ્યાર્થીઓનાં પરિણામ સ્કૂલો આપતી નથી

વડોદરા2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ફેડરેશન ઓફ પેરેન્ટ્સ એસો. દ્વારા સરકાર સમક્ષ રજૂઆત
 • વાલીઓ પર દબાણ લાવતી સ્કૂલો સામે પગલાં લેવા માગ

માર્ચનું સત્ર પૂરું થવાના આરે હોવાથી સ્કૂલો દ્વારા ફી માટે ઉઘરાણાં શરૂ કરી દેવાયાં છે. ફી બાકી હોય તો પરિણામો રોકી દેવાય રહ્યાં છે. ફેડરેશન ઓફ પેરેન્ટ્સ એસોસિયેશને સ્કૂલો સામે પગલાં ભરવાની માગ કરી વાલીઓને ફી ભરવા સમય આપવાની રજૂઆત સરકાર સમક્ષ કરી છે. મોટાભાગની સ્કૂલોમાં સત્ર પૂરું થવાની તૈયારી છે અને પરીક્ષા પણ પૂરી થઇ ચૂકી છે તેવા સમયે હવે વિદ્યાર્થીઓનાં પરિણામો રોકાઈ રહ્યા છે. ફેડરેશન ઓફ પેરેન્ટ્સ એસોસિયેશન, ગુજરાત દ્વારા શિક્ષણ મંત્રીને પત્ર લખીને રજૂઆત કરાઈ છે.

ફેડરેશનના આગેવાનો બ્રિજેશ પ્રસાદ, ચિતંગ ઠક્કર, સત્યમ શર્માએ જણાવ્યું હતું કે, કેટલીક શાળાઓએ વાલીઓ સામે સખ્ત વલણ અપનાવીને ફી બાકી હોય તેનાં પરિણામ અટકાવી રહી છે. વિદ્યાર્થીઓને આગળના વર્ષમાં જવા ઓનલાઇન ક્લાસીસની લિંક પણ અટકાવી દેવાઈ હોવાના આક્ષેપો કરાયા છે. શિક્ષણ મંત્રી સમક્ષ માગ કરાઈ છે કે, ફી ચૂકવવા વાલીઓને વધુ સમય અપાય.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો