એજયુકેશન:કોર્ટના આદેશનું ખોટું અર્થઘટન કરી સ્કૂલો મનસ્વી ફી ઉઘરાવે છે

વડોદરા18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વડોદરા પેરેન્ટ્સ એસોિસયેશને સ્કૂલોની ફી અંગે બેઠક યોજી
  • ​​​​​​​બેઠકમાં ગુજરાત પેરેન્ટ્સ એસોસિયેશનની રચના કરાઇ

વડોદરા પેરેન્ટસ એસોસીએશન દ્વારા યુનિવર્સિટીની ટેકનોલોજી ફેકલ્ટી ખાતે જાહેર સંમેલનનું આયોજન કર્યું હતું. જેમાં કોર્ટના આદેશ વિશે ચર્ચા હાથ ધરવામાં આવી હતી. તમામ એફઆરસી માટે એક સમાન ધારાધોરણ લાગુ કરવામાં આવે તેવું અવલોકન કરવાની સૂચના તથા હાઇકોર્ટના આદેશનું ખોટું અર્થઘટન કરીને સ્કૂલો મનસ્વી ફી ઉઘરાવી રહી હોવાનું વીપીએ જણાવ્યું હતું. વીપીએના પ્રમુખ કિશોર પીલ્લાઇએ જણાવ્યું કે ગુજરાત હાઇકોર્ટ દ્વારા નિર્દેશિત કર્યા મુજબ, યોગ્ય કાગળ અને સ્થળ ચકાસણી વિના ઓર્ડર પસાર કરવા બદલ વડોદરા અને અન્ય ઝોનની હાલની એફઆરસી સમિતિઓને બરતરફ કરીને નવેસરથી રચના કરવી જોઇએ તેવું અવલોકન કર્યું છે. કેટલીક શાળા હુકમનું ખોટું અર્થઘટન કરીને મનસ્વી ફી વસૂલ કરે છે.

સમગ્ર ગુજરાતમાંથી આવેલ વાલી અગ્રણીઓના મંતવ્યોથી નિર્ણય લેવાયો અને જાહેરાત કરાઇ કે વીપીએની તર્જ પર સમગ્ર ગુજરાતના પેરેન્ટ્સ એસોસિએશનની આવશ્યકતા છે. જીપીએની રચના, ભૂમિકા અને કાયદા અને તેના અન્ય પાસાઓ તૈયાર કરવા માટે એક કામચલાઉ સમિતિની રચના કરવામાં આવી હતી. કાયદામાં સુધારો કરી ઝોન પ્રમાણેની કમિટી તેમજ ફી રીવીઝન કમિટી ગાંધીનગર ખાતે વાલીઓનું પ્રતિનિધિત્વ આપવું જોઈએ તેવી માંગણી પણ કરવામાં આવી હતી. આ ઉપરાંત વડોદરા ખાતે એક પૂર્ણકાલીન ડીઇઓની નિમણૂક કરવાની માંગણી પણ કરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...