સજાનો આદેશ:છાત્રા સાથે દુષ્કર્મના પ્રયાસમાં સ્કૂલવાન ચાલકને 5 વર્ષની કેદ

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વર્ષ 2010ની નવરાત્રી વેળા બનાવ બન્યો હતો
  • ગરબા રમી ઘરે જતી હતી ત્યારે અપહરણ કર્યું હતું

સ્કૂલમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિની સાથે દુષ્કર્મનો પ્રયાસ કરનાર સ્કૂલવાન ચાલકને કસૂરદાર ઠેરવી ન્યાયાધીશે 5 વર્ષની સજા તેમજ રૂા.2 હજારનો દંડ અને આરોપી જો દંડની રકમ ન ભરે તો વધુ 6 માસની સજાનો આદેશ કર્યો હતો. કેસની વિગત એવી છે કે, ધો.10માં અભ્યાસ કરતી વિદ્યાર્થિની વર્ષ 2010માં નવરાત્રીના તહેવારમાં ગરબા રમવા ગઇ હતી અને ગરબા પૂરા થતાં તે ઘરે જઇ રહી હતી. દરમિયાન સ્કૂલવાન ચલાવનાર જયવંત હિરવે નામના શખ્સે સગીર વિદ્યાર્થિનીનું મોઢું દબાવી અપહરણ કર્યું હતું અને નજીકની સોસાયટીના મકાનની છત પર લઇ ગયો હતો

દરમિયાનમાં મોઢા પરથી હાથ હટતાં જ વિદ્યાર્થિનીએ બૂમાબૂમ કરી મૂકતાં આરોપી ફરાર થઇ ગયો હતો. આ બનાવ અંગે પોલીસે અપહરણનો ગુનો દાખલ કર્યો હતો. આ અંગેનો કેસ અદાલતમાં ચાલી જતાં કેસમાં સરકારી વકીલ એચ.આર.જોષી હાજર રહ્યા હતા. ન્યાયાધીશે આરોપી જયવંતને અપહરણના ગુનામાં કસૂરદાર ઠેરવી 5 વર્ષની સજાનો આદેશ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...