કોરોના વાઈરસ:સ્કૂલ : ટનલથી એન્ટ્રી, હેલ્થ કિટ ફરજીયાત, 3 વાર સંકુલ સેનેટાઇઝેશન, રમત-ગમત બંધ

વડોદરા3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • વડોદરામાં છે 624 સ્કૂલ, 9 હજાર શિક્ષકો 3,00,749 વિદ્યાર્થીઓ

school post covid કોરોનાના સંક્રમણને અટકાવવા માર્ચ મહિનાથી શાળા-કોલેજો બંધ છે. 3 લાખથી વધુ વિદ્યાર્થીઓનો અભ્યાસ, 9 હજાર શિક્ષકોના શિક્ષત્વ અને 624 સ્કૂલોેને ગંભીર અસર થઇ છે. વિદ્યાર્થીઓની પરીક્ષા પણ ખોરંભે પડી છે.  સરકારે દુકાનો-અન્ય સેવાઓ શરૂ કરી તે જ રીતે આગામી સમયમાં શાળાઓ ચાલુ કરવાની વિચારણા ચાલી છે. ત્યારે શહેરની સ્કૂલો દ્વારા કઇ રીતે સ્કૂલોમાં સંચાલન કરવામાં આ‌વશે. જેથી કોરોનાના સંક્રમણની ભિતી ઓછી રહે તે અંગે સિટી ભાસ્કરે ન્યુ એરા સિનિયર સેકન્ડરી સ્કૂલ નિઝામપુરાના મેનેજિંગ ડાયરેક્ટર પ્રિયદર્શીની કેલકર, અંબે સ્કૂલના પ્રિન્સિપાલ પરેશ શાહ તથા બીઆરજી ગ્રુપના MD સરગમ ગુપ્તા સાથે વાત કરી હતી. જેમાં જાણવા મળ્યું હતું કે, પી.ટી કે રમત-ગમતની પ્રવૃત્તિ નહીં થાય કારણ કે તેમાં પરસેવો વળે કે એક-બીજાને અડવાનું થાય છે.

ડગલેને પગલે ડિસ્ટન્સિંગ સાથે વારંવાર સેનેટાઇઝેશનનો અભિગમ અપનાવવા શાળાના સંચાલકોએ તૈયારી શરૂ કરી.
ડગલેને પગલે ડિસ્ટન્સિંગ સાથે વારંવાર સેનેટાઇઝેશનનો અભિગમ અપનાવવા શાળાના સંચાલકોએ તૈયારી શરૂ કરી.

કંપાસ વિના ચાલશે, હેલ્થ કિટ વિના નહીં

વિદ્યાર્થીઓએ માસ્ક, 2 જોડી ગ્લોવ્ઝ તથા સેનેટાઈઝર સાથેની હેલ્થ કીટ રાખવાની રહશે.
   ધો.1થી 4ના વિદ્યાર્થીઓ ઓનલાઇન જ ભણશે, જ્યારે અન્ય વિદ્યાર્થીઓને ગાઈડ લાઈન પ્રમાણે બોલાવાશે. 
    વિદ્યાર્થીઓને શાળા ખુલતા પહેલાં સાવચેતીના પગલાં સમજવા ઓનલાઇન ટ્રેનિંગ અપાશે.
    શાળા ખૂલે તે પહેલાં વિદ્યાર્થીઓ-વાલીઓની ઓનલાઇન મિટીંગ થશે. શાળા દ્વારા લેવામાં આવતા સાવચેતીના પગલાંની વાલીઓને જાણ થશે. તેઓ ચિંતામુક્ત રહેશે. 
    વિદ્યાર્થીઓ બસમાં આવતા હશે તો બસમાં સોશિયલ ડિસ્ટન્સ જાળવવા 1 સીટ પર એક જ વિદ્યાર્થી બેસાડાશે. વાન-રીક્ષામાં સામાન્ય કરતા અડધી સંખ્યામાં વિદ્યાર્થીઓને બેસાડાશે, જેની તકેદારી વાલીઓએ લેવી પડશે.

પ્રવેશતાં જ પગથી માથા સુધીનું સેનિટાઇઝેશન

શાળામાં દરેક વિદ્યાર્થીઓને સેનિટાઈઝીંગ ટનલમાંથી પ્રવેશ થવાનું રહેશે જેમાં વિદ્યાર્થીઓનું આખું શરીર સેનિટાઈઝ થશે. 
    થર્મલ ગનથી વિદ્યાર્થીનું ટેમ્પરેચર મપાશે.
    ક્લાસમાં બેન્ચ પર એક મીટરના અંતરે મર્કિંગ હશે જ્યાં વિદ્યાર્થીઓએ બેસવાનું રહેશે.
   દરેક ગેટ પાસે ફુટ સેનિટાઈઝર મૂકવામાં આવશે. 
    ઓડ-ઈવન પદ્ધતિથી જો એક વર્ગમાં 40 વિદ્યાર્થીઓ હશે તો 20-20 વિદ્યાર્થીઓને અોલ્ટરનેટ દિવસે બોલાવવામાં આવશે. 
    દિવસમાં 2-3 વાર શાળાને સેનિટાઈઝ કરવામાં આવશે. 
   ડાઇનિંગ હોલમાં સામાન્ય કરતાં અડધાં જ અને અન્ય વિદ્યાર્થીઓ ક્લાસમાં જ નાશ્તો કરશે.
   એસેમ્બલી ક્લાસમાં થશે.

અન્ય સમાચારો પણ છે...