તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:શાળાના મર્જરથી ડ્રોપ આઉટ રેસિયો વધશે, BPL સર્વેની યાદીમાં વ્હાલા-દવાલાની નીતનો આક્ષેપ

વડોદરા19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સાવલીના ધારાસભ્યની સીએમને પત્ર લખી રજૂઆત

સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદારે બી.પી.એલ સ્કોર માટેના સર્વેની યાદીમાં વ્હાલા-દહાલાની નિતી અપનાવી હોવાનો આક્ષેપ રાજ્ય સરકાર પર લગાવ્યો છે. બી.પી.એલ યાદીમાં જેમને બીપીએલ સ્કોરની જરૂરત ન હોય તેવા લોકોને સામેલ કરાયા હોવાથી રી-સર્વે કરાવવા ધારાસભ્યએ મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખીને રજૂઆત કરી છે. આ ઉપરાંત ધારાસભ્યે સ્કુલોને મર્જ કરવાના હુકમને રદ કરવા અંગે પણ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે.સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદારે પોતાના પત્રમાં જણાવ્યું છે કે, સરકાર દ્વારા જે તે સમયે બી.પી.એલ સ્કોર માટે સર્વે કરીને યાદી બહાર પાડી હતી.

જેમાં મારી જાણ મુજબ વ્હાલા-દહાલાની નિતિ મુજબ યાદી બનાવેલી હતી. ખરેખર જરૂરીયાતમંદ લાભાર્થી આ બી.પી.એલ સ્કોરથી બાકાત રહી ગયેલા છે. જેના કારણે તેમને સરકારની ઘણી યોજનાઓના લાભો મળતા નથી. જેથી નવેસર થી રી-સર્વે અથવા તેને અનુરૂપ કોઈ આયોજન કરી ખરેખર જરૂરીયાતવાળા લાભાર્થીઓને બી.પી.એલ યાદીમાં સમાવવા મારી ભલામણ છે. આ ઉપરાંત પત્રમાં જણાવ્યું છે કે, પ્રધાનમંત્રી આવાસ યોજનામાં સાચા લાભાર્થીને લાભ મળી રહે તે માટે સરકાર તરફથી કાર્યવાહી થવી જોઈએ. આ ઉપરાંત ધારાસભ્યએ મતવિસ્તારમાં શાળાઓ મર્જ ન કરવા બાબતે રજૂઆત કરાઈ છે. હાલ સરકારે જે સ્કુલમાં ઓછા બાળકો હોય તે સ્કુલને અન્ય સ્કુલ સાથે મર્જ કરીને સ્કુલ શરૂ કરવા જણાવ્યું છે.

પરંતું જે સ્કુલો મર્જ કરવાની છે તે ગામથી ખુબ જ દુર છે. આને વાલીઓ તેમના બાળકોને દુર સુધી સ્કુલે મોકલી શકે તેમ નથી. આ કારણે ડ્રોપ આઉટ રેશીયો પણ વધી શકે છે. જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને ધારાસભ્યોના સંપર્કમાં રહ્યા બાદ શાળાઓ મર્જ કરવાનું જાહેરનામું બહાર પાડવા સરકારે જણાવ્યું હતું. પરંતું ધારાસભ્ય તરીકે મારી જાણ બહાર સ્કુલો મર્જ કરવાનો હુકમ કરેલો છે. જેથી તાત્કાલિક આ મર્જ કરવાના હુકમને રદ કરવા ધારાસભ્યે મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખી રજૂઆત કરી છે.

અન્ય સમાચારો પણ છે...