તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Vadodara
 • School From Std 6 To 8 Started In Vadodara From Today, Only 10 To 15 Percent Students Came On The First Day, Students Were Seen Happy

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગ્રાઉન્ડ રિપોર્ટ:વડોદરામાં આજથી ધો-6થી 8 સુધીની સ્કૂલ શરૂ, કેટલીક સ્કૂલોમાં એક-બે વિદ્યાર્થી આવ્યા, ક્યાંક 10થી 15 ટકા વિદ્યાર્થીઓ આવ્યા, વિદ્યાર્થીઓ ખુશ જોવા મળ્યા

વડોદરા9 દિવસ પહેલા
 • કૉપી લિંક
કોરોનાની દહેશત વચ્ચે ધોરણ-6થી 8 સુધીના વિદ્યાર્થીઓ સ્કૂલમાં અભ્યાસ માટે આવ્યા - Divya Bhaskar
કોરોનાની દહેશત વચ્ચે ધોરણ-6થી 8 સુધીના વિદ્યાર્થીઓ સ્કૂલમાં અભ્યાસ માટે આવ્યા
 • સ્કૂલના સ્ટાફ દ્વારા સેનિટાઇઝ કરીને વિદ્યાર્થીઓને સ્કૂલમાં પ્રવેશ અપાયો હતો

વડોદરા શહેર-જિલ્લામાં કોરોનાની મહામારીના 11 માસ બાદ કોરોનાની દહેશત વચ્ચે ધોરણ-6થી 8 સુધીના વિદ્યાર્થીઓ સ્કૂલમાં અભ્યાસ માટે આવ્યા હતા. પહેલા દિવસે કેટલીક સ્કૂલોમાં માત્ર એક કે બે વિદ્યાર્થીઓ જોવા મળ્યા હતા અને કેટલીક સ્કૂલોમાં 10થી 15 ટકા વિદ્યાર્થીઓ આવ્યા હતા. સ્કૂલના શિક્ષકોએ સ્કૂલમાં વિદ્યાર્થીઓને આવકાર આપ્યો હતો. સ્કૂલનું પટાંગણ ગણવેશમાં આવેલા વિદ્યાર્થીઓના આગમનથી ખીલી ઊઠ્યું હતું. સ્કૂલમાં થયેલી પ્રાર્થનાથી વાતાવરણ પુલકિત બની ગયું હતું. આજવા-વાઘોડિયા રોડ ઉપર આવેલી સરદાર વલ્લભભાઈ વિદ્યાલયમાં 714 પૈકી 122 વિદ્યાર્થીઓ સ્કૂલમાં આવ્યા હતા.

સ્કૂલના સ્ટાફ દ્વારા સેનિટાઇઝ કરીને વિદ્યાર્થીઓને સ્કૂલમાં પ્રવેશ અપાયો
વડોદરાના આજવા-વાઘોડિયા રોડ ઉપર સરદાર વલ્લભભાઇ વિદ્યાલય આવેલું છે. આ સ્કૂલમાં ધોરણ-6થી 8માં 122 વિદ્યાર્થીઓ અભ્યાસ માટે આવ્યા હતા. 11 માસ બાદ શાળાના ગણવેશ સાથે સ્કૂલમાં આવેલા વિદ્યાર્થીઓમાં કોરોનાની દહેશત વચ્ચે અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. સ્કૂલમાં અભ્યાસ માટે આવેલા વિદ્યાર્થીઓને ગેટ પાસે જ સ્કૂલના સ્ટાફ દ્વારા સેનિટાઇઝ કરીને સ્કૂલમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. સ્કૂલના પ્રમુખ, ટ્રસ્ટી ઉષાબેન શ્રોફ અને પ્રિન્સિપાલ શસ્વીનીબેન દવેની સૂચના પ્રમાણે વિદ્યાર્થીઓનું ટેમ્પરેચર માપવામાં આવ્યું તથા હાથ સેનિટાઈઝ કરવામાં આવ્યા હતા અને સોશિયલ ડિસ્ટન્સ સાથે વર્ગમાં બેસાડવામાં આવ્યા હતા. અને જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપવામાં આવી હતી અને ઓફલાઈન તથા ઓનલાઈન બંને રીતે ટીચિંગ કરવામાં આવ્યું હતું.

સરદાર વલ્લભભાઈ વિદ્યાલયમાં 714 પૈકી 122 વિદ્યાર્થીઓ સ્કૂલમાં આવ્યા હતા
સરદાર વલ્લભભાઈ વિદ્યાલયમાં 714 પૈકી 122 વિદ્યાર્થીઓ સ્કૂલમાં આવ્યા હતા

વિદ્યાર્થીઓને સોશિયલ ડિસ્ટન્સ સાથે બેસાડવામાં આવ્યા
સ્કૂલના પટાંગણમાં પ્રાર્થના થયા બાદ વિદ્યાર્થીઓને ધારાસભ્ય દ્વારા માસ્ક આપવામાં આવ્યાં હતાં. ત્યાર પછી વિદ્યાર્થીઓને ક્લાસ રૂમમાં મોકલવામાં આવ્યા હતા. ક્લાસ રૂમમાં વિદ્યાર્થીઓને સોશિયલ ડિસ્ટન્સ સાથે બેસાડવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓ પોતાના ક્લાસ રૂમમાં બેઠા બાદ શિક્ષકો દ્વારા કોરોનાની ગાઇડલાઇન્સની જરૂરી માહિતી આપવામાં આવી હતી.

વિદ્યાર્થીઓને સોશિયલ ડિસ્ટન્સ સાથે બેસાડવામાં આવ્યા હતા
વિદ્યાર્થીઓને સોશિયલ ડિસ્ટન્સ સાથે બેસાડવામાં આવ્યા હતા

સરદાર વલ્લભભાઈ વિદ્યાલયમાં પ્રથમ દિવસે 122 વિદ્યાર્થી સ્કૂલમાં આવ્યા
સરદાર વલ્લભભાઇ વિદ્યાલયના શિક્ષક રોહનભાઇ ત્રિવેદીએ જણાવ્યું હતું કે આજથી ધોરણ-6થી 8 સુધીના વિદ્યાર્થીઓ માટે સ્કૂલો શરૂ કરવામાં આવી છે. અમારી સ્કૂલમાં કોરોનાને પગલે સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલી ગાઇડલાઇન્સનું ચુસ્ત પાલન કરવામાં આવ્યું છે. ધોરણ-6થી 8 સુધીના 122 જેટલા વિદ્યાર્થીઓ સ્કૂલમાં આવ્યા છે. આજે સ્કૂલમાં આવેલા વિદ્યાર્થીઓના જે કોઇ તેમના અભ્યાસ અંગેના પ્રશ્નો હશે એ અમે સોલ્વ કરી આપીશું.

સરદાર વલ્લભભાઇ વિદ્યાલયના શિક્ષક રોહનભાઇ ત્રિવેદી
સરદાર વલ્લભભાઇ વિદ્યાલયના શિક્ષક રોહનભાઇ ત્રિવેદી
સ્કૂલના સ્ટાફ દ્વારા સેનિટાઇઝ કરીને વિદ્યાર્થીઓને સ્કૂલમાં પ્રવેશ અપાયો હતો
સ્કૂલના સ્ટાફ દ્વારા સેનિટાઇઝ કરીને વિદ્યાર્થીઓને સ્કૂલમાં પ્રવેશ અપાયો હતો
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો